Abtak Media Google News

સનેટ સંમેલનમાં અધિકારી,પદાધિકારી લોકસેવકોએ દિવંગતોને મૌન પાળી આપી અંજલી

રાજકોટમાં વસતા રેવન્યુ બાર એસોસિએશનના એડવોકેટ શ્રી નો સુંદર મજાનું સ્નેહમિલન યોજાયું. આ સુંદર મજાના અવસર એ રાજકોટના અલગ અલગ રેવેન્યું પ્રેક્ટિસ કરતા એડવોકેટ ઉપસ્થિત રહ્યા , વિશેષ આ સમગ્ર કાર્યક્રમમાં રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુની વિશેષ ઉપસ્થિતિ રહી સાથે સાથે રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા  વિશેષ ઉપસ્થિત રહ્યા, જયેશભાઈ બોઘરા  ભરતભાઈ બોઘરા પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશભાઈ મીરાણી  કિશનભાઇ ટીલવા,પરેશભાઈ ગજેરા, સાથે વિશેષ પ્રદેશ કારોબારી સભ્ય ભાજપ લીગલ સેલ હિતેશભાઈ દવે, સી એચ પટેલ અંશ ભાઈ ભારદ્વાજ વિશેષ અને પ્રેરક ઉપસ્થિતિ રહી સાથે સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન રમેશભાઈ કથીરીયા,આનંદભાઈ જોશી  નિલેશભાઈ પટેલ  ગીરીરાજસિંહભાઈ જાડેજા  વિજયભાઈ તોગડીયા, પંકજભાઈ દોંગા,આનંદભાઈ પરમાર, વિરેનભાઈ વ્યાસ, રજનીકાંતભાઈ ગજેરા, ધર્મેશભાઈ સખીયા, કેતનભાઇ મંડ જય ભારત ધામેચા , વિમલભાઈ ડાંગર આ સ્નેહ  મિલન અવસર યોજાયો.

આ સમગ્ર કાર્યક્રમનો નરેશભાઈ પરસાણા, પિયુષભાઈ સખિયા, અનિલભાઈ કાકડીયા , વિજયભાઈ રામાણી , રિતેશભાઈ ટોપી યા, રિધમ ઝાલાવાડીયા , હિમાંશુભાઈ શિશંગિયા, દિપકભાઈ લાડવા, નિશાબેન લુણાગરિયા , હિરલબેન જોશી , રશ્મીબેન ચાવડા , લક્ષ્મીબેન વાઢેર , ધારાબેન મુલસા, અનિલભાઈ ગજેરા,  હિતેશભાઈ પટેલ, જયેશભાઈ બોઘરા, ભાસ્કર ભાઈ જસાણી અને પીએચ બનારા સાહેબે ખૂબ જ મહેનત ઉઠાવી કાર્યક્રમને ભવ્યથી ભવ્ય સ્વરૂપ આપ્યું

આ કાર્યક્રમ જય સરદાર રેસ્ટોરન્ટ મવડી રોડ રાજકોટ ખાતે યોજેલ કાર્યક્રમમાં લગભગ 800થી વધુ એડવોકેટ વિશેષ ઉપસ્થિત રહ્યા ત્યારે તમામનો રમેશભાઈ કથીરીયા પ્રમુખ અને વિજયભાઈ તોગડીયાએ વિશેષ આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં કી પોઇન્ટ રક્ષિતભાઈ રૈયાણીએ રજૂ કર્યા હતા અને સાથે સાથે કાર્યક્રમના અંતે જે વ્યક્તિઓ અનંતની વાટે નીકળ્યા એમને સાચા અર્થની રદયાંજલિ ની સાથે બે મિનિટ મોન પાડવામાં આવ્યું હતું

  • કલેકટરએ એન્કર હાર્દિક સોરઠીયાના વખાણ કર્યા

કાર્યક્રમ નું સંચાલન કરતા એંકર હાર્દિક સોરઠીયા એ અરુણ મહેશ બાબુ સાહેબ ના વક્તવ્ય પહેલા પૂર્વભૂમિકા બાંધતા કહ્યું કે “અરૂણ” નામનો અર્થ થાય સૂર્ય ની જેમ ચળકતું અને મહેશ નો અર્થ થાય ભગવાન શિવ એટલે જેમના કાર્ય કરવાની કાર્યદક્ષતા પ્રમાણિકતા ના માધ્યમ થી ચળકાર ધરાવે છે તો સેવા ના માધ્યમ થી શિવ જેવી પ્રતીતિ એમના પારદર્શક વ્યવહાર માં ત્રાદર્શ થાય છે એમાં મહેશ  એટલે અરૂણ મહેશ બાબુ સાહેબ ના અર્થ સાંભળી સાહેબ  એ પોતાના વક્તવ્ય શરૂ કરતા પહેલા એંકર ના વખાણ કરતા કહ્યું મારા સુંદર મજાના  નામના અર્થ બદલ આપનો વિશેષ આભાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.