ગોહર ખાન અને જેદ દરબારના હલદી સેરેમનીના આકર્ષક ફોટા આવ્યા સામે: 25મીએ બંધાશે લગ્નના તાંતણે

 

ફેમસ ટીકટોકર જેદ દરબાર અને બિગબોસ ફેમ એક્ટ્રેસ ગોહર ખાનની મેરેજ સેરેમની શરૂ થઈ ગઈ છે. બન્ને 25 ડિસેમ્બરના રોજ આઈટીસી મરાઠા હોટલમાં નિકાહ કરવાના છે. ગઇકાલે તેમની હલ્દી સેરેમની હતી જેના ફોટા સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. ગોહર અને જેદએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર તેમના ફોટા શેર કર્યા છે. હલ્દી સેરેમનીમાં બને પીળા કલરના કપડાંમાં સુંદર લૂકમાં નજરે ચડ્યા છે.

જાધવગઢ હોટલમાં આ કપલે પ્રિવેડિંગ શૂટિંગ કરાવ્યુ હતું. તાજેતરમાં જ ગોહરે પોતાના લગ્ન માટે ડિજિટલ વેડિંગ કાર્ડ બહાર પાડ્યું છે જેમાં બન્નેની સ્વીટ લવ સ્ટોરીનો સ્પષ્ટ પણે ખ્યાલ આવે છે. બંનેએ પોતાના રિલેશનને ગાજા નામ આપ્યું છે॰

જેદ દરબાર ગોહર કરતા 11 વર્ષ નાનો છે

ગોહર ખાન પોતાનાથી ૧૧ વર્ષ નાના બોય ફ્રેન્ડ સાથે ઘણા સમયથી રીલેશનશીપમાં હતી. ખૂબ લાંબા સમયથી બન્ને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ચર્ચામાં પણ હતા. તેમના ચાહકો બન્નેના લગ્નની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમની આતુરતાનો અંત આવ્યો છે. બન્નેના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. સોશિયલ મીડિયામાં તેમના ફોટાઓ જોઈ શકીએ છીએ . જેમાં બંને પરિવારોને સાથે જશ્ન મનાવી રહ્યા છે.