Abtak Media Google News

નવી આરઆઇકે સીએનજી ગ્રાહકોને ગુણવતાના પાંચ સ્તંભો ‘સ્ટાઇલ-સલામતી જગ્યા-બચત અને શક્તિ સાથેની આ શ્રેણીના શ્રેષ્ઠ ઉત્પાદનનું વચન આપે છે

ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલા થ્રી વ્હિલર વાહનના ઉત્પાદક અતુલ ઓટો લીમીટેડ દ્વારા ગુજરાતના બજાર માટે નવીઆરઆઇકે સીએનજી પેસેન્જર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે ગ્રાહકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને વિસ્તૃત સંશોધન પછી આરઆઇકે થી વ્હિલર કલ્પના કરવામાં આવી હતી. અતુલ આરઆઇકે ત્રણ પ્રકારના ઇંધણ વિકલ્પો – સીએનજી, આઇપીજી અને પેટ્રોલ સાથે ઉપલબ્ધ છે.

નવી અતુલ આરઆઇકે સીએનસીએ સ્ટાઇલ અને બચત બન્નેને જોડે છે. તે ઇન્ટરનેશનલ સ્ટાઇલવાળા બેજ ડેશબોર્ડ, સેમી ડિજિટલ ઇન્સ્ટમેન્ટ ક્લસ્ટર, સ્ટેપ લેસ એન્ટ્રી અને પ્રથમ વખત આઇઇડી ટેલ લેમ્પસ જેવી સુવિધાઓ સાથે આવે છે. જ્યારે રોકાણ ઉપર વળતરની વાત આવે, ત્યારે કંપની દ્વારા આઇઆઇકે ગ્રાહકો માટે ખાસ અતુલ્ય વિશ્વાસ યોજના અમલમાં મુકવામાં આવી છે, જે આ શ્રેણીમાં તેને સૌથી આકર્ષક વેલ્યુ ક્રીએટર બનાવે છે. અતુલ્ય વિશ્વાસ ઉપરાંત આરઆઇકે સીએનજી/આઇપીજી ઉત્પાદનો સાથે 36 મહિના (અમર્યાદીત કીલોમીટર) ની સુપર વોરન્ટી પણ રજુ કરવામાં આવી છે. એપ્રિલ 2021 પછી, કંપની દ્વારા છઈંઊં ને સમગ્ર ભારત સહીત આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ઉપલબ્ધ કરાવાશે. આ પ્રસંગે સંબોધન કરતા અતુલ ઓટો લીના ડાયરેકટર નિરજ ચાંદ્રાએ જણાવ્યું હતુ કે, “નાની ઓટો રિક્ષા ક્ષેત્રમાં આ પ્રકારના સ્ટાઇલીશ અને ટ્રેન્ડી ઉત્પાદનની વર્ષોથી રાહ જોવાતી હતી.  ફાઇનાન્સ વિભાગના પ્રમુખ  જે. વી. અઢિયા એ જણાવ્યું હતું કે, “અતુલ ઓટો લી (એએઆઇ) દ્વારા આરઆઇકે સીએનજી/એલપીજી ને અન્ય રિટેલ ફાઇનાન્સ ભાગીદારો ઉપરાંત ખુબુ ઓટો ફાઇનાન્સના (જે અઅક સાથે નોન બેંકીંગ ફાઇનાન્સ કંપની તરીકે જોડાયેલ છે) દરેક લોકેશન્સ પર મજબૂત પીઠબળ પુરું પાડશે. સેલ્સ અને માર્કેટિંગ વિભાગના ઉપપ્રમુખ પુષ્કર સિન્હા એ જણાવ્યું હતું કે, “મેટ્રો અને સબર્બન રેલ્વેની વધતી ઉપલબ્ધતા, પ્રદુષણ અંગે જાગરુકતા અને વધતા ડિઝલ ઇંધના ભાવો જેવા પરિબળોએ, નાના અને મધ્યમ શ્રેણીના વાહનોમાં વૈકલ્પીક ઇંઘણના વપરાશને મજબૂત આવકાર આપ્યો છે. ગુજરાત અમારો ગઢ છે અને અમે ઓછામાં ઓછો 25% બજાર હિસ્સો હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે.”

અતુલ ઓટો લી. 30  કરતા વધુ વર્ષોથી પથદર્શક

અતુલ ઓટો લી. ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતી થ્રી વ્હિલર વાહનો બનાવતી કંપનીઓ પૈકીની છે, જેની હાજરી 21 રાજયોમાં 200થી વધુ મુખ્ય અને 130 જેટલા સહાયક સ્થળોનું મજબૂત નેટવર્ક ધરાવે છે. દુનિયાભરના 15થી વધુ દેશોમાં અતુલ દ્વારા નિકાસ કરવામાં આવે છે. અંદાજે 10 લાખ અતુલના વાહનો દેશ અને દુનિયાના રસ્તાઓ પર ચાલે છે. પાછલા પાંચ વર્ષોમાં કંપનીનું કુલ વેચાણ ત્રણ ગણું વધ્યું છે. કંપની દ્વારા નાણાંકીય વર્ષ 2019-20માં 600 કરોડના ટર્નઓવરનો આંક હાંસલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.