ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આવ્યું ભારતની મદદે, આટલા લાખનું આપ્યું દાન

0
70

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે COVID-19 કટોકટીમાં ભારતને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતને ફક્ત સમર્થન જ નથી આપ્યું, પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન અને યુનિસેફ ઓસ્ટ્રેલિયા સાથે સાથે મળી ફંડ એકત્રિત કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કોરોના વાયરસની બીજી લહેરથી ભારતમાં જે કહેર સર્જાયો છે તેનાથી ખુબ દુઃખી છે.

ભારત સાથે ઓસ્ટ્રેલિયાના મજબૂત મિત્રતાના સંબંધો છે. યુનિસેફ ઓસ્ટ્રેલિયા ભારતમાં COVID-19 કટોકટીમાં ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સ ખરીદવા અને સ્થાપિત કરવા, ચેપગ્રસ્ત જિલ્લાઓમાં પરીક્ષણ ઉપકરણો પ્રદાન કરવા, અને COVID-19 રસીકરણ અભિયાનને વેગ આપવા માટે મદદે આવ્યું.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે શરૂઆતમાં 50 હજાર ડોલર(37 લાખ રૂપિયા)નું દાન આપવાનું નક્કી કર્યું અને આ સાથે તે ભારતને પુરી રીતે મદદ કરવા આગળ આવશે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટના વચગાળાના CEO નિક હોકલેએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયન અને ભારતીયો વચ્ચે એક ખાસ બોન્ડ ધરાવે છે અને તે આપણે બંને દેશો વચ્ચેનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જોય ખબર પડે છે. બીજી લહેર દરમિયાન, અમને ભારતીય લોકોની વેદનાને જાણીને ખલેલ પોહચી છે.’

તેમને આગળ વાત કરતા કહ્યું છે કે, ‘કોરોના વાયરસથી હરેક લોકોને અસર થઈ છે. પેટ કમિન્સ અને બ્રેટે ગયા અઠવાડિયે ભારતની સહાય માટે ફંડ આપ્યું ત્યારે તેને અમારું દિલ જીતી લીધું. તેના પછી, ક્રિકેટ બોર્ડ અને યુનિસેફ સાથે મળી ભંડોળ એકત્રિત કરવા લાગ્યું છે જે લોકોને મદદ પૂરી પાડશે. આ સાથે ઓક્સિજન, પરીક્ષણ ઉપકરણો અને રસીઓ સાથે આરોગ્ય પ્રણાલીઓ પર પણ કામ કરવામાં આવશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here