ધોરાજીમાં ઘરોમાં વિતરણ થતું પાણી એક વખત સત્તાધીશો પીને બતાવે !!

પીવાના પાણીમાં ખદબદતા સપોલીયા પાલિકાની આબરૂનાં ઉડાવે છે ધજાગરા

રાજકોટ જીલ્લાના ધોરાજી નાં વોર્ડ નં આઠ અને પીપરવાડી વિસ્તારમાં ઘણા લોકો ને પીવા નું પાણી મળતી નથી તો જે ઘરો માં પીવાનું પાણી મળે છે તે પણ પીવા માં સર્પો લીયા નિકળે છે અને ગંદુ પાણી વિતરણ થાય છે આજ વિસ્તારમાં રહેતા લોકો એ તંત્ર ને અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી જેથી લોકો માં નારાજગી જોવાં મળી છે ત્યારે આ બાબતે ધોરાજી ના સામાજિક આગેવાન એવાં વિઠ્ઠલ ભાઈ હિરપરા એ જણાવેલ છે આજ વિસ્તારમાં નહીં પણ ઘણા વિસ્તારમાં આવી તકલીફો છે નગરપાલિકા તરફથી કોઈ જાતની કામગીરી નથી કરવામાં આવતી ધોરાજી નગરપાલિકા માં કોગ્રેસ નું શાસન છે ધારાસભ્ય પણ કોંગ્રેસ નાં છે તેમ છતાં લોક પ્રશ્ને કોઈ તાલમેલ નથી જોવા મળતો નથી જેથી લોકો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે