Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતો માં વ્યક્તિ સ્વતંત્રતા અને સ્વાયત્તતા ની માત્ર હિમાયત કરવામાં જ નથી આવી પરંતુ આ મૂળભૂત અધિકારો સુપેરે સચવાય અને તેનું જતન થાય અને નાગરિકોના અધિકારો કાયમ અબાધિત રહે તેવી વ્યવસ્થાની માત્ર હિમાયત કરવામાં આવી નથી પરંતુ તેની તાકીદ કરવામાં આવી છે લોકતંત્રની સાચી ગરીમાં એજ છે કે જેમાં દેશના છેવાડાના નાગરિક નીડર થઈને જીવન જીવવા ના અધિકારો ભોગવી શકે અને મુક્ત રીતે પોતા ની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકે માત્ર લોકતંત્રમાં સ્વાયત્તાપોતાના મતાધિકારનો ઉપયોગ પૂરતી જ મર્યાદિત નથી, સંવિધાન દરેક નાગરિકને સ્વાય તત્તા બક્ષે છે પરંતુ ક્યારેક આ સ્વાય તત્તા નો અતિરેક સ્વચછંદતા માં પરિણામે છે જે ક્યારેય આવકાર્ય નથી, લોકતંત્રમાં દરેકને પોતાની અભિવ્યક્તિને વ્યક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે તેમાં પણ દરેક નાગરિક પોતાની વિરોધ કરવાની બંધારણીય શક્તિનો ઉપયોગ કરવા સ્વાયત્ત છે પરંતુ આ સ્વાયત્તા સ્વચ્છ દ્તા માં તબદીલ થવી ન જોઈએ દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આંદોલનકારીઓએ ટ્રેક્ટર રેલી યોજવાની સરકાર પાસે પરવાનગી માંગી હતી ચાલીસ દિવસ થી વધુ થી ચાલતા આંદોલનકારીઓના આંદોલનના કાર્યક્રમો અંગે અનેક નકારાત્મક અહેવાલો વિભાગનેમળતા હતા આંદોલનકારીઓને ગેરમાર્ગે દોરવા માટે પાકિસ્તાનના ત્રણ સૌથી વધુ ટ્વિટર હેન્ડલ સક્રિય હોવાના અહેવાલો પણ મળ્યા હતા તેમ છતાં સરકારે નાગરિકોના બંધારણીય અધિકાર ને સન્માન આપીને નાગરિકોના વિરોધ કરવા ના અધિકાર ના જતન ના ભાગરૂપે રાજધાનીમાં ટ્રેક્ટર રેલીને મંજૂરી આપી હતી આંદોલનકારીઓએ પણ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ હમ હૈ હિન્દુસ્તાની ભાવનાને ઉજાગર કરીને ટ્રેક્ટર રેલીમાં ક્યાંય કોઈ અફડાતફડી કે તોફાનો ન થાય તે માટે ખેડૂતોને સ્વયંભૂ શિસ્ત માટેના આદેશો આપ્યા હતા અને દરેક આંદોલનકારી એ શાંતિ અને દેશની વાત ધ્યાનમાં રાખવાની સ્વયંભૂ શપથ જેવી નૈતિકતા બતાવી હતી પરંતુ આંદોલનકારીઓ માં ઘુસી ગયેલા કેટલાક દેશ વિરોધી તત્ત્વો અંતે દિલ્હીની પ્રજાસત્તાક પર્વની ઉજવણીની ગરિમા ઝંખવાય તે રીતે લાલ કિલ્લા પર રીતસરનો હુમલો કરી દીધો અને જ્યાં આપણો તિરંગો લહેરાય છે તેની ઉપર ધ્વજ લહેરાવીને જે ચેષ્ટા કરી છે તે ખરેખર લોકતંત્રની ગરીમાને કાયમી દાગ લગાડનારી બની રહી છે, નાગરિકોને જે વિરોધ કરવાની સ્વતંત્રતા મળી છે તેનો દુરુપયોગ ન થવો જોઈએ સંવિધાન અને દેશથી ઉપરવટ કોઈ વસ્તુ ન હોવી જોઈએ તે માનવું અને તેનું આચરણ કરવું એ જ ખરો રાજ ધર્મ છે સ્વાયત હોવું અને સ્વચ્છંદ હોવું એ બે અલગ અલગ અને તદ્દન વિરોધાભાસી બાબત છે લોકતંત્રમાં દરેકની લાગણી અને અભિવ્યક્તિનું સન્માન કરવું જરૂરી છે પરંતુ આ લાગણીની અભિવ્યક્તિ અને વિરોધ કરવાની પ્રથા તમે ક્યારેય દેશ અને દેશ ની મર્યાદા થી ઉપર વટ ન હોવી જોઈએ લોકતંત્રમાં વિરોધ કરવાની સ્વાયત્તા દરેકને છે જ પરંતુ બંધારણ કોઈને સ્વચ્છંદ બનવાની ક્યારેય પરવાનગી આપે જ નહીં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.