Abtak Media Google News

હોલિવૂડની ખૂબ ચર્ચાસ્પદ ફિલ્મ Avengers: Infinity Warની ફેન અતિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર માટે પણ ખુબજ ઉત્સુકતાનો માહોલ છે. ત્યારે ફિલ્મના એક એક્ટરની ભૂલના કારણે ફિલ્મનું પોસ્ટર લીક થાય ગયું છે.

ફિલ્મમાં આયર્ન મેન, થોર, હલ્ક, કેપ્ટન અમેરિકા, બ્લેક વિડો, હોકાઈ, વિઝન, સ્પાઈડર મેન જોવા મળશે. ઉપરાંત ગાર્ડિયન ઓફ ગેલેક્સીના સુપર હીરો પણ ફિલ્મમાં આકર્ષણ જમાવશે.

આ તમામ સુપર હીરો મળીને થાનોસની સેનાથી પૃથ્વીને બચાવશે. આ ફિલ્મનું પોસ્ટર સ્પાઈડર મેનનું પાત્ર ભજવતા ટોંબ હોલેન્ડથી ઇન્સ્ટાગ્રામ લાઈવ ચેટ દરમિયાન ભૂલથી લીક થઈ ગયું હતું. પોસ્ટરમાં ફિલ્મની રીલીઝ તારીખ પણ જોવા મળે છે. જેથી ફિલ્મ તા.૪ મે ના રોજ થિયેટરમાં જોવા મળશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.