બ્રેઇન સ્ટ્રોકથી બચવા વ્યસન, જંકફૂડથી દૂર રહો: ડો. યતિન સવસાણી

મગજમાં અમુક સમયે લોહીની નળીઓને રક્ત નહીં મળતા સ્ટ્રોક આવે છે

બીપી, ડાયાબીટીસના દર્દીઓ, વ્યસની વ્યક્તિઓને સ્ટ્રોક આવવાની શક્યતાઓ વધુ

આજકાલ મોટાભાગના વ્યકિતઓને બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ એટેક આવતા હોવાનું આપણે સાંભળતા હોઈએ છીએ. પરંતુ એટેક કયા કારણોથી આવે છે.તે જાણતા નથી બ્રેઈન સ્ટ્રોક આવ્યા પછી શું કાર્યવાહી કરવી, આવા દર્દીઓની કઈ રીતે સર્જરી-સારવાર થતી હોય છે? એટેક આવવાના મુખ્ય કારણો કયા છે તે અંગે નઅબતકથ સાથેની વાતચીતમાં ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. યતિન સવસાણી (હાલ ગીરીરાજ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે) જણાવે છે કે જયારે દર્દીને બેભાન અવસ્થામાં, મગજનો એટેક, ગંભીર અકસ્માત થયો હોય તેવા દર્દીઓનું ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ નિદાન-સારવાર કરે છે. સૌ પ્રથમ હોસ્પિટલમાં આવતા આવા દર્દીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે.

વધુમાં ડો.યતિન સવસાણી કહે છે કે જયારે તમારા મગજને અમુક સમયે લોહીની નળીને પુરતુ રકત નથી મળતું અને નળી બંધ થાય ત્યારે બ્રેઈન સ્ટ્રોક આવે છે. સામાન્ય રીતે 40 વર્ષથી ઉપરની વ્યકિતઓને એટેક આવવાની શકયતાઓ રહે છે. તેમ છતા સ્ટ્રોક ગમે ત્યારે આવી શકે જે ડાયાબીટીસ-બીપીના દર્દીઓ હોય, વ્યસનીઓ વધુ પડતુ તેલવાળુ જંકફૂડ ખાતા હોય તેવા દર્દીઓને હાર્ટએટેક આવવાની શકયતાઓ રહે છે. જયારે કોઈપણને સ્ટ્રોક આવે ત્યારે તેના મુખ્ય લક્ષણોમાં દર્દી સીધી રીતે ચાલી શકતો નથી, દેખાવામાં અંધારા આવે, એક બાજુનું મોઢુ પડી જવું, કોઈ વસ્તુ ઉપાડી ન શકે, સરખુ બોલી ન શકે વગેરે છે આવી અવસ્થામાં દર્દીને સ્ટ્રોક આવ્યાની સંભાવના છે. ત્યારે વધુમાં વધુ 30 મિનિટમાં દર્દીને હોસ્પિટલમાં પહોચાડવો જોઈએ નહિતર દર્દી કોમામાં જતો રહે કે લકવોનો ભોગ બને છે.

જયારે આ પ્રકારનો દર્દી હોસ્પિટલે આવે ત્યારે તેની ફર્સ્ટ સારવાર અંગે ડો. યતિન સવસાણી જણાવે છે કે પ્રથમ તેનું સીટીસ્કેન કે એમઆઈઆર કરવામાં આવે છે. જેથી સ્ટ્રોકનો પ્રકાર જાણી શકાય ત્યારબાદ લોહી પાતળુ કરવાની દવા આપવામાં આવે છે અને ત્યારબાદ લોંહીની જે નળી ફાટી હોય તેનું ઓપરેશન કરવામાંઆવે છે. દર્દીને પ્રથમ આઈસીયુમાં દાખલ કરી ત્યારબાદ વોર્ડમાં ખસેડવામાં આવે છે. જયારે કોઈ વ્યકિતને ઉપરના લક્ષણો કે સ્ટ્રોક આવ્યાની ખબર પડે કે તુરંત જ હોસ્પિટલે લઈ જવો જોઈએ ઘણા કેસો સ્ટ્રોક આવ્યાની થોડી મિનિટોમાં ફેઈલ થઈ જતા હોય છે જેના મુખ્ય કારણોમાં તેના ઘરના સભ્યો પરિવારજનો ઈમરજન્સી સમજી શકતા નથી અથવા તો કોઈ સામાન્ય ડોકટર પાસે લઈ જઈ સારવાર ચાલુ કરે છે. અને દર્દીનો બચવાનો ગોલ્ડન સમય ગુમાવી દે છે.

આ સમયે પરિવારજનોએ ઈમરજન્સી સમજી મોડુ કર્યા વગર દર્દીને હોસ્પિટલે ખસેડવો જોઈએ નહિતરા બ્રેઈનડેથ કે જીવલેણ સાબિત થાય છે. બ્રેઈન સ્ટ્રોક આવ્યાની સર્જરી બાદ પણ ઘણા લોકોને ખોડખાપણ રહી જાય છે. ખોડખાપણ બ્રેઈન કેટલું ડેમેજ થયું તેના આધારે રહે છે. કોઈ ડોકટરની સલાહ વગર મેડિકલમાંથી દવાઓ લેવી સ્મોકિંગ કરવું વગેરે વ્યકિતઓને સ્ટ્રોક બાદ ખોડખાપણ રહે છે. સ્ટ્રોકની સર્જરી બાદ કોઈ પણ વ્યકિત સામાન્ય જીવન જીવી જ શકે છે.

આજે કોરોના મહામારી ચાલી રહી છે.ત્યારે કોરોના અને સ્ટ્રોકના સંબંધ અંગે ડો. યતિન સવસાણી જણાવે છે કે લોકો આજે કોરોનાને સામાન્ય શરદી, તાવમાં ખપાવી રહ્યા છે.પરંતુતેવું નથી કોવિડના દર્દીઓને પણ ઘણુ ધ્યાન રાખવું પડે છે. સ્ટોક બાદ ફીઝીયોથેરાપી વ્યકિત નોર્મલ એકિટીવીટી કરી શકે તે માટે મહત્વની ભૂમિકા ભજવે છે. દર્દીની સર્જરી બાદ ફીઝીયોથેરાપી, કસરતો કરાવવાનું અમે શરૂ કરીએ છીએ. સ્ટ્રોક રેડી હોસ્પિટલ અંગે ડો. સવસાણી જણાવે છે કે જયાં સીટી સ્કેન હોસ્પિટલ, ડાયાલીસીસ, વેન્ટીલેટર, તમામ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરનો સ્ટાફ ઉપલબ્ધ હોય તેનેસ્ટ્રોક રેડી હોસ્પિટલ કહેવાય. આ તમામ સુવિધાઓ ગિરિરાજ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જેથી તે સ્ટ્રોક રેડી હોસ્પિટલ છે. અંતમાં સ્ટ્રોકથી બચવા ડો. યતિન સવસાણી જણાવે છે કે વ્યસનથી દૂર રહેવું, જંકફૂડ ઓછુ કરવું, નિયમિત કસરત માટે સમય ફાળવવો, બીપી-ડાયાબીટીસ કંટ્રોલ રાખવા જોઈએ.