Abtak Media Google News

આઇ.આઇ.ટી. ટેકનોલોજીનો અભ્યાસ કરનાર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહે પીઠ થાબડી

શહેર પોલીસ જે મહિલા ઓની સુરક્ષા માટે હમેશા માટે તત્પર રહેલ છે જેથી શહેરની મહિલાઓ જે પોલીસની મદદ સહેલાયથી મેળવી શકે તેમજ તેઓને સુરક્ષા પ્રદાન થાય તેવા હેતુથી શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા મહિલાઓ સુરક્ષીત રહે તે માટે સુરક્ષિતા એપ બનાવવામા આવેલી જેનુ ડિસેમ્બર ૨૦૧૯માં અંજલી રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ જે.સી.પી. ખુરશીદ અહેમદે ‘સુરક્ષિતા એપ’ લોન્ચ કરી હતી. મહિલાઓ માટેની સુરક્ષિતા એપ ને દિલ્હી ખાતે સમગ્ર ભારતના ૬૦૦ પ્રતિસ્પધીઓ વચ્ચે નિર્ભયા દિવસના રોજ સિલ્વર એવોર્ડની એનાયત કરવાની જાહેરાત કરાઇ છે.

૧૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ રાજકોટ ખાતે લોન્ચ થયેલ સુરક્ષિત એપને રાષ્ટ્રીય એવોર્ડ મળતા પોલીસબેડામાં આનંદની લાગણી પ્રસરી છે. શહેરના આઇ.આઇ.ટી. ટેકનોક્રેટ પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ માર્ગદર્શન હેઠળ રાજકોટની આંતરરાષ્ટ્રીય સ્તરની આઇ.ટી. કંપની સોજન્યની તૈયાર કરવામાં આવેલ ‘સુરક્ષિતા’ એપ્લિેકશનની વિશેષતા છે કે આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવે છે. જેથી પોલીસ વિભાગનો એક નંબર તથા વપરાશકર્તા પરિવારનો એક નંબર કનેકટ થઇ જાય છે. જેમાં સંપૂર્ણ ડેડા ફિટ  કરવામાં આવ્યા છે.

એપ્લીકેશનમાં કોઇપણ મહિલા ડાઉનલોડ કરે તેને એક લાલ બટનનું ફીચર્સ ડિસપ્લે થાય છે. તેમને માત્ર મહિલા સંબંધી કોઇપણ ગુનાઓ માટે પોલીસને ફોન કરવાની જરુરત રહેતી નથી તેમને માત્ર લાલ બટન દબાવવાથી તેમનો નંબર અને મેસેજ પોલીસ તેમજ તેમના પરિવારને સેક્ધડોમાં પહોંચી જાય છે. એપ્લિકેશન દ્વારા વપરાશકર્તાનું લાઇવ લોકેશન પણ ડીસપ્લે થાય છે જેને લઇને પોલીસ ક્ધટ્રોલ રૂમમાંથી સીધો જ ફોન વપરાશકર્તાને આવે જેથી મહિલાઓ આ એપ્લીકેશન દ્વારા નિર્ભય રીતે હરીફરી શકે છે અને મહિલાઓ સંબંધી ગુનાઓ અટકાવી શકાય છે.

આ એપ્લિકેશનની માહિતી દિલ્હી સુધી પહોચતા સને ૨૦૦૩ થી કાર્યરત દિલ્હીસ્થિત એન.જી.ઓ. દ્વારા સરકારમાં કાર્યરત વિવિધ કેટેગરીમાં ટેકનોલોજીના એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. આ એવોર્ડ સમગ્ર ભારતમાં હાઇએસ્ટ સિવિલિયન એવોર્ડ તરીકે પ્રખ્યાત છે. અલગ અલગ પેરામિસ્ટર્સના માઘ્યમથી છેલ્લા એક મહિનાથી આ સુરક્ષિત એપ્લીકેશન સ્પર્ધામાં કાર્યરત હતી આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૫૦૦ થી પણ વધારે સ્પર્ધકો સ્પર્ધામાં હતા. રાજકોટની સુરક્ષિતા એપ્લિકેશન ૬૦ સ્પર્ધકોમાં સિલેકટ કરવામાં આવી. તેમાંથી સુરક્ષિતા એપ્લીકેશને મેદાન મારી છેલ્લા પ સ્પર્ધકોમાં પસંદ કરવામાં આવેલ. જેમાંથી જઊંઘઈઇં ના ઈઊઘ  ગુરુચરણ એ જાહેરાત કરતા રાજકોટ શહેરની સુરક્ષિતા એપ્લિકેશનને સિલ્વર એવોર્ડની જાહેરાત કરી છે.

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જ પોતાના જ મત વિસ્તાર શહેરને આ એવોર્ડ મળતા હર્ષની લાગણી ફેલાયેલ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.