લાઇફ બ્લડ સેન્ટરને આંતર રાષ્ટ્રીય એવોર્ડ એનાયત

સ્વૈચ્છિક રકતદાન અને બ્લડ ટ્રાન્સફયુઝન ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર

સંસ્થાના ૪૦મા સ્થાપના વર્ષની ઉજવણી દરમિયાન અનેક વિધ માનવ સેવા પ્રવૃતિઓ

સ્વૈચ્છીક રકતદાન અને બ્લડ બેન્કીંગ ક્ષેત્રે  સેવાકીય પ્રવૃતિઓના ૪૦ વર્ષમાં પ્રવેશના મંગળ અવસરે રાજકોટના સુપ્રસિઘ્ધ લાઇફ બ્લડ સેન્ટર ને વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. નેધરલેન્ડસના એમ્સટરડેમ સ્થિત ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સ્ફયુઝન તરફથી લાઇફ બ્લડ સેન્ટરને એવોર્ડ ફોર ડેવલપીંગ ક્ધટ્રીઝ ૨૦૨૦ એનાયત કરવામાં આવ્યો હતોછ. અનેક વિધ માનસેવા પ્રવૃતિઓ કરી રહેલા અત્રેના પ્રોજેકટ લાઇફ સંચાલીત લાઇફ બ્લડ સેન્ટર તેની સ્થાપનાના ૪૦મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે જ આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયક થતાં માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં કાર્યરત રકતદાન બ્લડ બેન્કીંગ સેવા સંસ્થાઓને ગૌરવ પ્રાપ્ત થયું છે.

વિકાસશીલ દેશી માટેના આઇએસબીટી એવોર્ડ નો પ્રારંભ ૨૦૧૧માં થયો છે અને સંસ્થાની વાર્ષિક આંતરરાષ્ટ્રીય કોંગ્ર.સ યોજાય તે પ્રસંગે સમગ્ર વિશ્ર્વમાં એક જ સંસ્થાને આ એવોર્ડ આપવામાં આવે છે આ વર્ષે આ ૩૬મો વાર્ષિક સમારોહ સ્પેનના બાર્સેલોના ખાતે યોજાયો હતો જયાં ગત ૧રમી ડીસેમ્બરના રોજ લાઇફ બ્લડ સેન્ટરને એવોર્ડ એનાયત કરવામાં જાહેરાત આઇએસબીટી ના પ્રમુખ પ્રો. એરિકા વુડ દ્વારા કરવામાં આવી હતી

માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં સમગ્ર દેશ માટે આ એવોર્ડનું વિશેષ મહત્વ એટલા માટે છે કે ૨૦૨૦નો આ એવોર્ડ હાંસલ કરનાર લાઇફ બ્લડ સેન્ટર દેશની પ્રથમ અને એકમાત્ર બ્લડ બેન્કીંગ સંસ્થા છે. જે એક એનજીઓ દ્વારા સંચાલીત છે. ૨૦૧૦-૨૦૧૧ અને ૨૦૧૯ માં સંસ્થાને આઇએસબીટી તરફથી હેરોલ્ડ ગનસન ફેલોશીપ એવોર્ડ પણ એનાયત થયા હતા. તેમ અંતમાં મીતલ કોટીયા શાહે જણાવ્યું હતું.