Abtak Media Google News

જયારે વ્યકિતને બ્રેઇન ટયુમર હોવાનું નિદાન થાય ત્યારે દરેક વ્યકિત જીવનનો અંત નજીક હોવાનું માની લે છે. પરંતુ જો બ્રેઇન ટયુમરનું સમયસર નિદાન અને યોગ્ય સારવાર થાય તો આ ગંભીર રોગમાંથી પણ બહાર આવી શકાય છે. આજે અત્યાધુનિક ટેકનોલોજીથી બ્રેઇન ટયુમરની સર્જરી થઇ રહી છે. બે્રઇન ટયુમરથી ગભરાવવાને બદલે સમયસર સારવાર અને કાળજી લેવામાં આવે તો કોઇ ટયુમરની ગાંઠ ગંભીર નથી.

ટયુમરની ચોકકસપણે સારવાર ન લેવાય તો ભવિષ્યમાં વધી શકે છે: ડો. પુનિત ત્રિવેદી

Vlcsnap 2021 06 08 10H17M31S540

‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં ડોક્ટર પુનિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે બ્રેઇન ટ્યુમરએ હાલની પરિસ્થિતિ પ્રમાણે ઘણા પ્રમાણમાં વધ્યા છે તેમજની સારવાર કરવાની ઘણી નવી પદ્ધતિઓ એ ઉપયોગમાં કરવામાં આવી રહી છે અને તેમને ખાસ જણાવ્યું હતું કે  બ્રેઇન ટ્યુમરની સારવાર પણ લેવી અનિવાર્ય બની રહે છે ઘણી વખત સાદુ કેન્સર મળ્યા બાદ પણ બ્રેન ટ્યુમર થઈ શકે છે તેમજ ડોક્ટર વધુમાં જણાવ્યું હતું કે માત્ર ટ્યુમર ના કુલ 120 પ્રકારો છે જે સમગ્ર શરીરમાં કોઈ પણ ભાગમાં થઈ શકે છે અને તે ચોક્કસપણે સારવાર ન લેવામાં આવે તો ટ્યુમર આગળ જતા ભવિષ્યમાં વધી પણ શકે છે તથા ટ્યુમર કઈ પ્રકારનું છે એટલે કે મેલિગન્ટ છે કે બીનાઈન તે જાણવું એ ચોક્કસપણે ફરજિયાત બની રહે છે અને તેની તપાસ બાદ જ સારવાર શરૂ કરવામાં આવે છે અને સારવાર લીધા બાદ પણ ઘણા લોકોને તેની અસરો એટલે કે ટ્યુમર દરમિયાન જો પેરાલીસીસ નો એટેક આવ્યો હોય તો ઘણી વખત ટ્યુમર ની સારવાર બાદ પણ આપણા શરીરમાં તેની અસરો રહી શકતી હોય છે.

 

બ્રેઇન ટયુમર થવું એટલે જીવનનો અંત નથી એ સામાન્ય બિમારી છે: ડો. કોમીલ કોઠારી (ક્નસ્લન્ટ ન્યુરોફીઝીશયન અને સ્ટ્રોક સ્પેશ્યાલીસ)

Vlcsnap 2021 06 08 15H12M13S003

‘અબતક’ સાથે વાત કરતા ડો. કૌમીલ જણાવે છે કે બ્રેઇન ટયુમર થવાના કોઇ ચોકકસ કારણો નથી પરંતુ જેમ જેમ ઉમર વધે તેમ ટયુમર થવાના ચાન્સીસ વધારે છે. અમુક જેનીટીક કારણો પણ હોય છે. રેડીપેશનના કારણે પણ થઇ શકે છે. ભારતમાં ર0 થી 30000 જેટલા બ્રેઇન ટયુમરના હશે. એટલે કે દર એક લાખે બે થી ત્રણ બે્રઇન ટયુમર ના દર્દીઓ જોવા મળે છે. માથુ દુખવું, ખેંચ આવવી, ઉલ્ટી થવી, વર્તનમાં ફેરફાર આ પ્રકારના ડીબલ્યુ એચઓએ કેન્સરને ચાર ગ્રેડમાં વહેંચયું છે. ગ્રેડ-1 શરૂઆતનું બ્રેઇન ટયુમર જેની ફેલાવવાની શકયતા બહુ ઓછી છે. આ ગ્રેઇડનું કેન્સર જીવલેણ સાબિત ઓછું થાય છે. જયારે ગ્રેડ-4 એ જીવલેણ બ્રેઇન ટયુમર છે. જેની મગજમાં ફેલાવાની શકયતા વધારે છે અને જીવલેણ પણ વધારે છે. બ્રેઇન ટયુમરની અસર પરિવારમાં જોવા મળતી હોય છે. તેની પરિવારને દર્દી સાથે હિંમ્મતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ. કિમાથેરાપી અને રેડીપોથેરાપીની આડ અસર ખુબ જ ઓછી જોવા મળે છે. કારણ જે જગ્યાએ ગાઠ છે. ત્યાં જ સ્પેશીફીક કરીને સર્જરી થાય છે.

અલ્ટરનેટીવ થેરાપી: આથેરાપીમાં યોગા, મેડીટેશન, પ્રાણાયામ છે આ બધું રોજીંદા જીવનમાંથી કરવાથી  ઘણા બધા ફાયદાઓ છે અને તેનું યોગ્ય પરિણામ મળે છે અને દર્દીના મનોબળમાં પણ વધારો થાય છે. આયુર્વેદ પ્રમાણે જો કોઇ આયુર્વેદીક નિષ્ણાંત કેન્સરની દવા કરતા હોય તો કિમોથેરાપી અને રેડીયોથેરાપી સાથે કરવી. બધું બંધ કરીને ન કરવી જોઇએ. દર્શકોનો વાત કરતા જણાવે છે કે બ્રેઇન ટયુમર થવું એ કોઇ જીવનનો અંત નથી બ્રેઇન ટયુમર સામાન્ય હોય છે અને ખુબ ઓછા બ્રેઇન ટયુમર જીવલેણ હોય છે તેમજ અત્યારે ઘણી બધી નવી ટેકનોલોજી આવેલી છે. જેથી સારવાર ખુબ ચોકકસાઇ અને સટીકટાથી કરી શકાય છે.

ટયુમર એક લાખ વ્યકિતએ પાંચથી દસમાં જોવા મળે છે: ડો. ગૌરાંગ વાઘાણી

Vlcsnap 2021 06 08 10H17M42S577 ‘અબતક’ સાથેની વાતચીતમાં સ્ટલીંગ હોસ્પિટલના ન્યુરોસર્જન ડો. ગૌરાંગ વાઘાણીએ જણાવ્યું હતું કે બ્રેઇન ટયુમર એટલે મગજના કોઇપણ  ભાગના કોષોનો અનિયમિત રીતે વિકાસ થવાથી ટયુમર થાય છે. ટયુમરના મુખ્ય ત્રણ પ્રકાર હોય છે. મગજની સાદી ગાઠ, મગજની ઝેરી ગાંઠ, શરીરના કોઇપણ ભાગમાંથી ફેલાયેલી ગાંઠ જે મગજમાં આવીને વિકાસ પામે છે. આ ટયુમરસ એક લાખ વ્યકિતએ પાંચથી દસ વ્યકિતઓમાં જોવા મળતા હોય છે. સારી ગાંઠમાં વધારે નુકશાન નથી થતું કોઇ જનમજાત ગાંઠ હોય છે જે ધીમે ધીમે વિકસે છે તે સાદી ગાઠમાં આવે છે. જયારે બાકીની બે ગાંઠો છેએ ઝેરી ગાઠમાં આવે છે. તે ખુબ જ ઝડપથી શરીરના બીજા ભાગોમાં ફેલાતી હોય છે. આવી  ફેલાયેલી ઝેરી ગાંઠને મેટાસ્ટીસેઝીગ્સ કહીએ છીએ. બ્રેઇન ટયુમરના લક્ષણો વિશે વાત કરતા જણાવે છે. કે બ્રેઇન ટયુમરમાં સૌથી સામાન્ય અને બધે જ જોવા મળતા લક્ષણ છે. માથાનો દુખાવો જે સમય જતાં વધતો જાય છે. હાથ પગમાં નબળાઇ આવવી, યાદ શકિત સમજ શકિતમાં ફેરફાર, ભૂલાઇ જવું, ચાલવામાં તકલીફ પડે, આંખોમાં દેખાવામાં તકલીફ પડવી, વર્તનમાં ફેરફાર થવું જેવા મુખ્ય લક્ષણો છે. અમુક છૂપા લક્ષણો છે જેમ કે સાંભળવામાં તકલીફ થવી? ઓછું સંભળાવવું એક આંખથી દેખાય બીજી આંખથી ન દેખાય આ પ્રકારના છુપા લક્ષણો છે.

કારણો: બે્રઇન ટયુમર થવાના મુખ્યત્વે જૈનીનીક કારણો છે. આપણા શરીરના બંધારણમાં અમુક જેનિટીકસને લીધે થતું હોય છે. આપણી લાઇફ સ્ટાઇલમાં ફેરફાર તેમજ શરીરના બંધારણમાં થતા ફેરફારને લીધે કોઇપણ ટ કીરણ તથા રેડીપેશનથીના લીધે, તથા આલ્કોહોલ, તમાકુ તેમજ બીજા ઘણા તત્વો છે જેને લીધે ટયુમર થાય છે.

બ્રેઇન ટયુમર થાય તો: બ્રેઇન ટયુમર થાય તો આપણે નજીકના કોઇપણ ન્યુરોસર્જન કે ન્યુરોફીઝીશયને બતાવવું જોઇએ જે જલ્દીથી ડાયગનોઝ કરે અને બીજા રોપોરટ કરાવવા જોઇએ. જેથી ખબર પડે કે કયા પ્રકારની ગાંઠ છે. ટયુમર માટે અલગ અલગ પ્રકારની સારવાર છે. જેમ કે સર્જરી, માઇક્રોસર્જરી, રેડીયોથેરાપી, કિમોથેરાપી છે. બ્રેઇન ટયુમર ડે ની બોટમ લાઇન કહી શકાય સૌથી પહેલા નિદાન કરાવું ‘અર્લી ડીટેકશ એ જ બેટર પ્રીવેશન’ કહી શકાય છે. જેટલું જલ્દી નિદાન થાય તેટલું ફેલાતુ: અટકે અને સારવાર પણ જલ્દી મળે. લોકોમાં બ્રેઇન ટયુમર નામે ખુબ જ ભય ફેલાયેલો છે. ટયુમર થાય એટલે લોકો આશા છડી દેતા હોય છે. પરંતુ એવું નથી હોતું ટયુમર કયા પ્રકારનું છે અને કેટલુ: ફેલાયેલુ: છે તે સૌથી વધારે અગત્યનું છે, એટલે હંમેશા હિંમત રાખી પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ. કિમોથેરાપી અને રેડીયોથેરાપીની સાઇડ ઇફેકટથી થતી હોય છે.  પણ ખુબ જ ઓછા પ્રમાણમાં પણ મોટાભાગના દર્દીને કોઇપણ પ્રકારનો પ્રશ્ર્ન નથી આવતો.

અત્યાઆધુનિક નવી ટેકનોલોજીઓ: અત્યારે એક ખાસ માઇકસ્કોપ આવેલું છે જેના લીધે સર્જરી ચોકસાઇથી થઇ શકે છે. તેમ જ મશીનથી મગજની ગાઢનું યોગ્ય લોકેશન જાણી શકાય છે. ન્યુરોમોનીટેરીંગ જે ચાલુ સર્જરીમાં હાથ અને પગના સ્નાયુઓનું મોનેટેરીંગ કરે છે. બીજું ઇન્ટ્રા ઓપરેટર એમ.આર.આઇ.  અને ઇન્ટ્રા ઓપરેટર સીટી સ્ક્રેન જે ઓપરેશન રૂમની અંદર જ હોય છે. જેનાથી ચાલુ સર્જરી દરમ્યાન કોઇ ગાંઠનેજોવા માટે હોય છે. રેડિયોથેરાપીમાં ગામ રેપસ ન્યુ ટેકનોલોજી છે. જે 0.1 એમ.એમ. સુધીની ચોકસાઇ આપેછે. જેથી સાઇડ ઇફકેટસ ખુબ ઓછા પ્રમાણમાંથાય છે આ પ્રકારનીનવી ટેકનોજી કેન્સર ટ્રીટમેન્ટમાં આવેલી છે.

ટયુમરની સારવાર હાલના સમયમાં ઘણી સરળ બની છે: ડો. જીગરસિંહ જાડેજા

Vlcsnap 2021 06 08 10H17M02S478

‘અબતક’ સાથેની વિશેષ વાતચીત દરમિયાન ડોક્ટર જીગર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બ્રેઇન ટ્યુમર એ સૌપ્રથમ તો લોકોની એવી માન્યતા દૂર કરી હતી કે બ્રેઈન ટ્યુમર એટલે કેન્સર અને વિશેષમાં જણાવ્યું હતું કે બ્રેઇન ટ્યુમર તે ઘણી વખત વારસાગત પણ હોય છે અને પછી પણ એટલે કે મોટી ઉંમરમાં પણ થતું હોય છે અને બ્રેઇન ટ્યુમર ઘણી વખત લોકો ને હોવા છતાં પણ તેમને ખબર જ નથી રહેતી કે એમની બોડી માં ટ્યુમર છે તે માટે ડોક્ટર વિશેષ માર્ગદર્શન આપ્યું હતું માથામાં દુખાવો થવો માથામાં જે બાજુ દુખાવો થતો હોય શરીરમાં તેના વિરોધ સાઈડ દુખાવો થવો તેમજ ઊલટીઓ થવી શરીરનું સંતુલન બનાવવું આંખમાં ઝાંખું દેખાવું સાંભળવામાં તકલીફ પડવી તેમજ બોલવામાં જીભના લોચા વળવા વગેરે જેવા લક્ષણો એ દેખાતા હોય છે એટલે કે મગજને લાગતા વળગતા નજીક ના અવયવો ની કાર્યક્ષમતા ઘટવા માંડે છે તથા વધુમાં જણાવ્યું હતું કે ટ્યુમર ની સારવાર એ હાલના સમયમાં ઘણી સરળ બની છે સારવાર લીધા પછી જો કેન્સર વગરનું ટ્યુમર હોય તો બીજી વખત તો થવાના કોઈપણ સંજોગો બનતા નથી પણ બ્રેઇન ટયુમર જો કેન્સર વાળું હોય તો ઘણા કિસ્સાઓમાં બીજી વખત પણ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.