Abtak Media Google News

ગુજરાતમાં વિધિવત રીતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે બાફરાં બાદ મેઘરાજાએ જમાવટ કરતાં લોકોને આનંદની અનીભૂતિ કરી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પડ્યો છે. ત્યારે ડીસામાં વરસાદ પાડવાની એક અનોખી ઘટના બની છે જેના કારણે સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

મળતી માહિતી મુજબ આ ઘટના ડીસા તાલુકાના ખેંટવા ગામની છે. જ્યાં ખેડૂત બાબુભાઇ જીવાભાઈ દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટાં ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતાં અચરજ ફેલાયું હતું.

બાબુભાઇ દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટા ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતા અચરજ ફેલાયું હતું. ખેંટવા ગામની આસપાસ નદી તળાવ નથી એવામાં માછલીઓ જોવા મળતાં લોકો ઊમટી પડ્યા હતા.

આજે કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચ સુધીના વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 2.5 મિમીથી લઇ અઢી ઇંચ સુધીના વરસાદ પડી શકે છે તેમજ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.