વિવિધ જૈન સંઘમાં આયંબિલ ઓળીની થશે આરાધના

આયંબિલ ઓળી દરમિયાન ત્રિરંગી સામાયિક અને વ્યાખ્યાન, આયંબીલ વિધિ જેવા વિવિધ કાર્યક્રમો

ચૈત્ર મહિનાનો પ્રારંભ થતાની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ અને વ્રતનો શરુ થાય છે. ત્યારે જૈન સમાજમાં તા. ર8-3 થી મંગળવારથી ચૈત્ર માસથી આયંબીલ ઓળી મહામંત્ર નવકારપદની આરાધના સાથે ભવ્યતાથી ઉજવાશે. આ આયંબીલ તપમાં નવ દિવસમાં ફકત એક જ વખત સ્વાદ વગરના આહાર કરવાનો હોય છે. તથા ઉકાળેલ અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે.

આયંબિલ ની ઓળી દરમ્યાન વ્યાખ્યાન, વાંચપી જાપ, પ્રતિક્રમણ સહિતના અનેક આયોજન કરવામાં આવે છે. જૈન દર્શનના ચૈત્રીય આયંબિલ ઓળીનું અનેરુ મહત્વ રહેલું છે. અનાદિકાળથી આયંબિલ તપનું મહત્વ વિશેષ રહેલું છે.વિવિધ જૈન સંઘમાં સાઘ્વી અને સાધુની પધરામણી કરશે અને આયંબીલ ની નવ દિવસ સુધી ત્રિરંગી સાધમિક આયંબીલ જાણ કરશે.

 

રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ

રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼પૌષધશાળાના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણ પિરવારના તપસમ્રાટ પૂ. રતિલાલજી મ઼સાહેબના એવમ પૂ. મુક્ત લીલમ પિરવારના સુશિષ્યા મધુરવ્યાખ્યાની પૂ. રૂપાબાઈ મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં આયંબિલની ઓળી દરમ્યાન વ્યાખ્યાન, વાંચણી, જાપ, પ્રતિક્રમણ સહિતના અનેક આયોજનો કરવામાં આવેલ છે. જૈન દર્શનના ચૈત્રીય આયંબિલ ઓળીનું અનેરૂ મહત્વ રહેલુ છે. અનાદીકાળથી આયંબિલ તપનું મહત્વ વિશેષ રહેલુ છે.

પૂ. ગુરૂવર્યોની કૃપા અને પ્રેરણાથી પૂ. મહાસતીજીઓની પાવન સાનિધ્યમાં તા. ર8/03/ર3 ને મંગળવારથી પ્રારંભ થયેલ  આયંબિલ વિધિ સવારે 9:30 થી 10:30, આયંબિલ નિમિતે જાપ બપોરે 4 થી પ, પ્રતિક્રમણ સાંજે 6:4પ થી 8 દરમિયાન કરવામાં આવે છે. બપોરે 1ર થી 1:30 સુધી આયંબિલ સાતાપૂર્વક કરાવવામાં આવશે.

 

શેઠ ઉપાશ્રય જૈન સંઘ

શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણ પિરવારના ધ્યાનસાધક પૂ.શ્રી હસમુખમુનિ મ઼સા.ના આજ્ઞાનુવર્તિ એવમ પૂ. મુક્ત-લીલમ પિરવારના ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મહાસતીજીના સુશિષ્યા સાધ્વીરત્ના પૂ. કિરણબાઈ મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં આયંબિલની ઓળી અનેરૂ આયોજન કરવામાં આવેલ છે. અનાદીકાળથી આયંબિલ તપનું મહત્વ વિશેષ રહેલુ છે. આયંબિલની નવ દિવસની આરાધનાના ભાગ રૂપે તા. ર8/03/ર0ર3 ને મંગળવાર થી આયંબિલ ઓળી શરૂ થશે. આ આયંબિલ તપમાં નવ દિવસમાં ફક્ત એક જ વખત સ્વાદ વગરના આહાર કરવાનો હોય છે તથા ઉકાળેલ અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે. આયંબિલ ઓળીના નવ દિવસ સુધી ત્રીરંગી સામાયિક અને વ્યાખ્યાન આયંબિલ વિધિ સવારે 9:30 થી 10:30, આયંબિલ નિમિતે જાપ બપોરે 4 થી પ, પ્રતિક્રમણ સાંજે 6:4પ થી 8 દરમિયાન કરવામાં આવે છે. બપોરે 1ર થી 1:30 સુધી આયંબિલ સાતાપૂર્વક કરાવવામાં આવશે.

 

જાગનાથ શ્ર્વેતાંબર જૈન સંઘ

જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘ દ્વારા આયંબીલ ઓળી આરાધનાની મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવન ખાતે પ્રારંભ તા. ર9-3 થી 6-4 સુધી નેમિસુરીશ્ર્વરજી મ.સા., સમુદાયના પૂ. આચાર્ય ચંદ્રોદયસુરીશ્ર્વરજી મ.સા.ના શિષ્યરત્ન, સરસ્વતિ સાધક પૂ. આચાર્ય ભગવંત કુલચંદ્રસુરીશ્ર્વરજી મહારાજા આદિ ઠાણા પાવન નિશ્રામાં પૂ. વિજય કેસરસૂરી મ.સા. સમુદાયના પૂ. સાઘ્વીજી મંજુલાશ્રીજી મ.સા. ના શિષ્યા પૂ. પુજયયશાશ્રીજી મ.સા. આદિ ઠાણા પૂ. ગુણરત્નસૂરીશ્ર્વરજી સમુદાયના સાઘ્વીજી ભગવંત પ્રશરરેખાશ્રીજી ઘોઘારી સમાજના પૂ. આચાર્ય ભગવંત પધારી રહ્યા છે.

 

રેસકોર્સ પાર્ક સ્થા. જૈન સંઘ

ગોંડલ સંપ્રદાયના પરમશ્રધ્ધેય પૂ.શ્રી ધીરજમુનિ મ઼સા.ના આજ્ઞાનુવર્તિ અધ્યાત્મયોગીની પૂ. રંભાબાઈ મહાસતીજીના પિરવારના સરલસ્વભાવી પૂ. તારાબાઈ મહાતસીજીના સુશિષ્યા સાધ્વીરત્ના પૂ. ગુણીબાઈ મહાસતીજી આદિ ઠાણાની  નિશ્રામાં શ્રી રેસકોર્ષ પાર્ક સ્થા.જૈન સંઘના અાંગણે ચૈત્ર માસની આયંબિલ ઓળી નું આયોજન કરવામાં આવેલ છે. આયંબિલની નવ દિવસની આરાધનાના ભાગ રૂપે તા. ર8/03/ર0ર3 ને મંગળવાર થી આયંબિલ ઓળી શરૂ થશે. આ આયંબિલ તપમાં નવ દિવસમાં ફક્ત એક જ વખત સ્વાદ વગરના આહાર કરવાનો હોય છે તથા ઉકાળેલ અચેત પાણીનો ઉપયોગ કરવાનો હોય છે. આયંબિલ ઓળીના નવ દિવસ સુધી ત્રીરંગી સામાયિક અને વ્યાખ્યાન આયંબિલ વિધિ સવારે 9:30 થી 10:30, આયંબિલ નિમિતે જાપ બપોરે 4 થી પ, પ્રતિક્રમણ સાંજે 6:4પ થી 8 દરમિયાન કરવામાં આવે છે. બપોરે 1ર થી 1:30 સુધી આયંબિલ સાતાપૂર્વક કરાવવામાં આવશે.

 

શ્રી મનહર પ્લોટ જૈન સંઘ

મનહરપ્લોટ સ્થા . જૈન સંઘ શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે ચૈત્ર સુદ -7 તા . ર8 મંગળવારના પ્રારંભ થનાર જૈન દર્શનનું શ્રેષ્ઠ અને કઠીન રસપરિત્યાગનું તપ ચૈત્ર માસની નવપદજીની શાશ્વતી આયંબિલ ઓળીની ઉત્કૃષ્ટ ભાવથી સાધના આરાધના કરાવવા જયવંતા ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણ – રતિ જનક ગુરૂવર્યના, શાસ્ત્રવિશારદ પૂ. મ.સા. ના સાધ્વી બહેનો, અનશન આરાધક પૂ . પ્રસન્ન મુનિરાજના સંસાર પક્ષે પુત્રીઓ એવમ્ પૂ . મુક્ત – લિલમ – ઉષા ગુરૂણીના સુશિષ્યા સરળ સ્વભાવી સાધક બેલડી પુ નંદાજી – પૂ. સુનંદાજી અને પૂ. નલિનીજી મહાસતીજી ઠા .03 વિ.સં. ર079 ચૈત્ર સુદ 5 રવિવાર તા. 26  ના સવારે 9 કલાકે પધારવાના ભાવ રાખે છે. પૂ . બેનસ્વામી 16 વર્ષ પહેલા  મનહરપ્લોટ સંઘમાં યશસ્વી અને યાદગાર ચાતર્માસ આપ્યા બાદ આયંબિલ ઓળી માટે પધારી રહેલ હોય શ્રી સંઘમાં અનેરો આનંદ હર્ષોલ્લાસ છલકી રહ્યો છે . સાધ્વીરત્ના પૂ. નંદાજી સુનંદાજી નલિનીજી મ.સ. તા.ર6 રવિવારના શાર્પ 9 ના મંગળ પ્રભાતે  મનહરપ્લોટ જૈન સંઘ સંચાલીત પૂ . મનોહરગુરૂ વૈયાવચ્ચધામ માયનેસ્ટ એપાર્ટમેન્ટ, પ જાગનાથ પ્લોટથી વિહાર કરી વિવેકાનંદ સ્ટેચ્યુ વિધાનગર મેઈન રોડ ગ્રામશીલ્પ ખાદી ભવન મધ્યે 9.15 કલાકે પધારશે જયાં આનંદ વિભોર સંઘ અદકેરૂ સ્વાગત કરશે અને ત્યાંથી પ્રવેશ ભાવયાત્રા શરૂ થઈ દોશી ઉપાશ્રય થઈ સંઘ સંચાલીત શેઠ પૌષધશાળામાં આયંબિલ ઓળીના પ્રવેશ કરશે . બૃહદ રાજકોટના તથા સૌરાષ્ટ્રના સંઘો શ્રાવક ભાઈઓ બહેનો પ્રવેશ ભાવયાત્રામાં જોડાશે . ધર્મસભાને પુ . બેનસ્વામી મંગળ સંદેશ ફરમાવશે .  પૂ . સાધ્વી ભગવંતના મંગલમય નિશ્રામાં તા . ર8 મંગળવારથી વ્યાખ્યાન જેમાં નવપદજીનું મહત્વ , જાપ , ત્રિરંગી સામાયિક , નવકાર મહામંત્ર તથા ચોવીસા યંત્રના જાપ , ધાર્મીક ગેઈમ તથા પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવેલ છે .