Abtak Media Google News

દેશના આગામી ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ અયોધ્યા કેસનો સુપ્રીમ દ્વારા અપાનારા અયોધ્યા કેસના ચૂકાદાને દેશના ઈતિહાસ માટે સિમાચિન્હ રૂપ ગણાવ્યો

આઝાદી પહેલાી ભારતમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક વિવાદનું કેન્દ્ર બનેલા અયોધ્યા વિવાદ કેસનો સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી ૧૫ દિવસમાં ચૂકાદો આપવાની સંભાવના છે ત્યારે આ ચૂકાદો આપનારી બેન્ચના એક સભ્ય જસ્ટીસ અને આગામી ૧૮મી નવેમ્બરી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બનનારા જસ્ટીસ એસ.એ.બોબડેએ અયોધ્યા કેસને વિશ્વના મહાન કેસોમાંનો એક ગણાવ્યો છે. જસ્ટીસ બોબડેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, અયોધ્યા વિવાદ કેસના ચૂકાદાની સૌ દેશવાસીઓ રાહ જોઈ રહ્યાં છે ત્યારે આ ચૂકાદો મારા અને દરેક માટે મહત્વપૂર્ણ હશે. આ કેસ દેશના ઈતિહાસમાં મહત્વપૂર્ણ હોય વિશ્વના મહાન કેસોમાંનો એક છે.સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ ૧૭મી નવેમ્બરે નિવૃત્ત ઈ રહ્યાં છે ત્યારે તેમના સને ૧૮મી નવેમ્બરી જસ્ટિસ શરદ અરવિંદ બોબડે ભારતના આગામી ચીફ જસ્ટીસ બનનારા છે. તેઓ ચીફ જસ્ટીસ તરીકે ૧૮મીએ શપથ લેશે. જસ્ટિસ બોબડે અનેક મહત્વપૂર્ણ બેંચના સભ્ય રહ્યા છે. અયોધ્યા અંગેના નિર્ણયની ખંડપીઠમાં પણ તેઓ શામેલ છે. તેઓ સુપ્રીમની બેંચના સભ્ય પણ હતા જે ગોપનીયતાને મૂળભૂત અધિકાર માનતા હતા. બીસીસીઆઈમાં સુધારાની છૂટ પણ તેમની આગેવાનીવાળી બેન્ચે આપી હતી.

જાતીય સતામણીના આરોપમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને ક્લિનચીટ આપનાર બેંચમાં જસ્ટિસ બોબડે પણ હતા. તેઓ એવા સમયે ચીફ જસ્ટીસબની રહ્યા છે જ્યારે ન્યાયતંત્ર ઉપર પ્રશ્નો પણ વધી રહ્યા છે અને અપેક્ષાઓ પણ વધી છે. તાજેતરમાં, ન્યાયિક જવાબદારી બિલના મુદ્દે સરકાર અને ન્યાયતંત્ર લગભગ સામ-સામે છે. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે એ મીડિયા સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. જસ્ટિસ બોબડેએ કહ્યું કે અયોધ્યાનો નિર્ણય મારા અને દરેક માટે મહત્વપૂર્ણ છે. હું અને દરેક અયોધ્યાના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.

આ ઉપરાંત તેમણે સરકાર સાથેના તેમના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર સાથેના મારા સંબંધો સારા છે. સરકાર અને ન્યાયતંત્રએ સાથે મળીને કામ કરવું જોઈએ અને આદર અને સન્માન સાથે એક બીજાને સહકાર આપવો પડશે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે બાકી રહેલા કેસો સાથે કામ કરવા માટે અમે ટેકનીક સ્ટાફ અને કૃત્રિમ બુદ્ધિની મદદ લઈશું. જસ્ટિસ બોબડેએ કોલેજિયમ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે કોલેજિયમ બરાબર કાર્ય કરી રહ્યું છે. કેન્દ્ર સાથે કોઈ મતભેદ નથી. સીજેઆઈ રંજન ગોગોઇ સાથેના સંબંધ અંગે ન્યાયાધીશ બોબડેએ કહ્યું કે તેઓ હંમેશા અમને સાથે રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.