- રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવના વાર્ષિકોત્સવમાં રામ ભકતો ભકિતમાં થયા તલ્લીન
અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ગત વર્ષે રામલલાની મૂર્તિ પુન: પ્રતિષ્ઠાના ઐતિહાસિક કાર્યક્રમની પ્રથમ વર્ષગાંઠની પૂર્વ સંધ્યાય રાજકોટના શુભ પ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિર ખાતે ં શ્રીરામ પૂજન તેમજ મહાઆરતીનો મંગલમય કાર્યક્રમ યોજાયો હતો રામ ભક્તો જાગનાથ મંદિર ખાતે વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી અને જયશ્રી રામના નારા સાથે દિવ્ય ભવ્ય વાતાવરણ ખડું થયું હતું. સાંજે 6:30 વાગ્યે શરૂ થનાર કાર્યક્રમમાં સાંજે 5:30 વાગ્યાથી પ્રવાહ આવવાનો શરૂ થયો હતો અને તમામ વય જૂથના રામ ભક્તોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શ્રી રામચંદ્ર ભગવાનની પૂજા અર્ચના કરી હતી.
ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રી રામચંદ્રજીના વિવિધ સંસ્કૃત શ્લોક તેમજ વૈદિક મંત્રોચ્ચારના ઉચ્ચારણ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને પ્રારંભે પ્રોફેસર કમલેશ જોષીપુરા એ જણાવ્યું હતું કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાથી દેશમાં આત્મગૌરવ આત્મસન્માન અને સ્વાભિમાનનો ભાવ જાગૃત થયો છે, ભારતીય ઇતિહાસનું આ એક સ્વર્ણિમ પૃષ્ઠ બન્યું છે ત્યારે આ ઘટનાને દર વર્ષે યાદ કરી અને આત્મસન્માનનો ભાવ વધારેને વધારે ઉજાગર થાય તે બિલકુલ આવશ્યક છે અને તે હેતુથી આજે જાગનાથ મંદિર ખાતે સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે સર્વપ્રથમ અગ્રણીઓએ શ્રી રામલલ્લાની મનમોહન છબીને ભાવ સભર રીતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાદમાં વેદની સ્તુતિઓનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું અને પછીથી મહાઆરતી કરવામાં આવી હતી
અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટ શાખાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જોષીપુરા અને તેમના બહેનોની ટીમે ખૂબજ ભાવ સભર રીતે ભગવાન માટે શિરાનો પ્રસાદ તૈયાર કર્યો હતો, ભગવાનને વિધિવત રીતે નૈવેદ્ય ધરી અને આટલી વિરાટ સંખ્યામાં ઉપસ્થિત પ્રત્યેકને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જ્યોતિબેન રાજ્યગુરુ, અધિવક્તા પરિષદના પ્રમુખ પ્રશાંતભાઈ જોશી, નરેન્દ્ર (બાલાભાઈ પોપટ), જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના ક્ધવીનર દિપકભાઈ મદલાણી, હળવદ મિત્ર મંડળ બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઈ જાની, સચિન દોશી, વિનોદભાઈ ઝિંઝુવાડીયા, ચિરાગભાઈ ચૌહાણ, ખાનગી શાળા સંચાલક મંડળના વિમલભાઈ છાયા, વિશાલભાઈ માંડલિયા, શૈલેષભાઈ હાપલિયા, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબડ, ઉદ્યોગપતિ લલીતભાઈ હુડકા અને વિરમગામા, પૂર્વ આઈએએસ પંકજભાઈ રાવલ, નલીનભાઈ જોશી, તેમજ પરિમલ જોશી, વિજયભાઈ વ્યાસ, રેલવે લોકો એસોસિએશનના ત્રિલોકભાઈ જોશી, નીતિનભાઈ જરીયા, આહિર સમાજના અગ્રણી પ્રકાશભાઈ છૈયા, ગોવિંદભાઈ વેકરીયા, ધારાબેન ઠાકોર, ચિરાગભાઈ, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.
જાગનાથ મંદિરના મહંત અરુંધતી દાસજીના આશીર્વાદ સાથે આયોજિત આ ઉપક્રમમાં શ્રીરામ લલ્લાનું સર્વપ્રથમ પૂજન વિસ્તારના નગરસેવિકા જયશ્રીબેન ચાવડા અને પ્રવીણ ચાવડા દંપતીના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રોફેસર પ્રફુલ્લાબેન રાવલ, નવીન શાહ, ડોક્ટર પુરોહિત, ઓર્થોપેડિક સર્જન ગૌરવભાઈ શાહ, અરૂણભાઇ નિર્મળ, વિનુભાઈ વ્યાસ, એઇમ્સ રાજકોટના મેડિકલ ઓફિસર ડો. ભાવેશભાઈ મોદી, પારુલબેન દેસાઈ, પ્રો. વર્ષા ત્રિવેદી, સમાજ કાર્યના અભ્યાસુ કોમલબેન કપાસી, રાજપૂત સમાજના નિર્મળસિંહજી હેરમાં, ભાઈશંકર ઠાકર, ભારતીબેન ખખર રમાબેન સિદ્ધપરા, કિરણબેન અભિનંદન, સિંધી સમાજના અગ્રણી વ્યાપારી રાજુભાઈ રીચીરિચ, સહિતના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનાબેન જોશીપુરાના માર્ગદર્શનમાં ગુજરાતની વડી અદાલતના ધારાશાસ્ત્રી સમ્રાટકુમાર ઉપાધ્યાય, ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પારુલ બેન પંડ્યા, લીલાબેન મેપાણી તેમજ જાગનાથ મંદિરના સેવકોએ ખડે પગે ઉભા રહી કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.