કોરોનાના દરેક વેરિયન્ટ અટકાવવા આયુર્વેદ સમર્થ: વૈદ્ય ડો.અક્ષય રાવલ

કોરોનાના વાયરસને નિષ્ક્રિય કરી શકાય તેવી ઔષધો મૌજુદ

દુનિયા આખીને હંફાવનાર કોરોનાના દરેક વેરિયન્ટને આયુર્વેદ ઔષધમાં સંશોધન કરીને અટકાવી શકાય તેવો આત્મવિશ્ર્વાસ આયુર્વેદ આચાર્ય વૈદ્ય ડો.અક્ષય રાવલે વ્યક્ત કર્યો છે.

અત્યારે કોરોના વાયરસ ના અલગ અલગ વેરિયન્ટ જોવા મળે છે ત્યારે કોરોનાને નિષ્ક્રિય કરવા માટે આયુર્વેદમાં અશ્વગંધા,ગુડુચી,તુલસી,પીપલી, શિરીષ, ભારંગી,ભોંયરીગણી, મુલેઠી, અરડૂસી, હળદર જેવા વિવિધ દ્રવ્યો આવેલા છે, હવે આ બધા દ્રવ્ય ખાલી માત્ર પ્રેવેંટિવ થેરાપેટીક ડ્રગ તરીકે જ નહીં પરંતુ પર્ટીકુલર થેરાપેટીક ડ્રગ તરીકે પણ સ્વીકારવા જરૂરી છે, આજ દિવસ સુધી કોરોના વાઇરસ ના સંક્રમણને અટકાવવા માટે રોગ પ્રતિકારક શક્તિ એટલે ઇમ્યુનિટીને અંતિમ બિંદુ માનવામાં આવતું હતું, પણ હવે તેનાથી એક કદમ આગળ  વધીને  શરીરમાં સંક્રમણ થયા પછી પણ તે સંક્રમણ આગળ વધતું અટકાવવાનું સંશોધન પણ કરવું જરૂરી છે,

આઇ.આઇ.ટી તથા જાપાન ની એક લેબોરેટરી દ્વારા રિસર્ચ કરીને સિદ્ધ કર્યુ છે કે, અશ્વગંધા માં રહેલું નેચરલ રસાયણ તત્વ ‘વિથેનોન’ એ કોરોના  વાયરસના એમ-પ્રોટીન ને નિષ્ક્રિય કરીને કોરોનાના સંક્રમણના વૃદ્ધિદરને અટકાવે છે, આપણે જાણીએ છીએ કે,મૂળ કોરોના વાયરસ ચાર(4) પ્રોટીન નું બનેલું જે (1) એસ- પ્રોટીન (2) એમ-પ્રોટીન (3) ઇ-પ્રોટીન(4) એન- પ્રોટીન છે, જેમાં એસ- પ્રોટીન સૌથી બહાર ની તરફ જોવા મળે છે, જે સ્પાઈક એટલે કાંટા જેવી રચના ધરાવે છે, તે માનવ શરીરમાં રહેલા કોષોને સૌથી પહેલાં સંક્રમિત કરીને શરીરમાં પ્રવેશ કરે છે, પરંતુ જ્યારે કોરોના વાયરસનો આત્મા એમ- પ્રોટીન  જે માત્ર આરએનએનું બનેલું છે, તે માનવના ડીએનએને સંક્રમિત કરીને એક જીવાણુંમાંથી હજારો જીવાણુ બનાવે છે, અને સંક્રમણને ખૂબ જ ઝડપથી ફેલાવે છે,  જે રીતે અશ્વગંધા દ્વારા સંક્રમણ ને અટકાવી શકાય છે તેવીજ રીતે આમ આ કોરોના  વાયરસને આગળ વધતો અટકાવવા અને નિષ્ક્રિય બનાવવા માટે આયુર્વેદમાં ઘણા બધા ઔષધો આવેલા છે.

જેમાં રહેલા વિવિધ  હર્બલ એક્ટિવ કેમિકલ જેવા કે અશ્વગંધાના, હળદર ના, ગુડુચી ના, મુલેઠી ના, ભોંયરીગણી ના,અરડૂસી ના, તુલસીના, પીપલીના જેવા વિવિધ આયુર્વેદિક ઔષધોમાં રહેલા કુદરતી રસાયણોમાં પણ કોરોનાના વાયરસને અટકાવવાની શક્તિ રહેલી છે તો આ બધા દ્રવ્ય પર આગળ સંશોધન કરવામાં આવે તો આ બધા દ્રવ્ય પણ મોર્ડન સાયન્સ પ્રમાણે “થેરાપેટીક એન્ટી- વાયરલ ડ્રગ” તરીકે ભવિષ્યમાં પુરવાર થઇ શકે છે અને કોરોના સામે રક્ષણ આપી શકે છે.