Abtak Media Google News

પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અમદાવાદમાં હરિભકતોએ કરી ગુરૂવંદના

ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પૂર્ણિમાનો આજનો દિવસ ‘ગુરૂપૂર્ણિમા’ તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસ ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે ઉજવવામાં આવે છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગુરૂ વિના કોઈ જ સફળતા સંભવિત નથી, તો અધ્યાત્મ જેવી ગહન વિદ્યા તો ગુરૂ વિના કેવી રીતે સંભવી શકે? સાચા ગુરુ અનંત ગુણોના સાગર હોય છે જે અજ્ઞાનના અંધકારમાંથી જીવને જ્ઞાનના પ્રકાશમાં લઇ જાય છે. એવા સાચા ગુણાતીત ગુરુના ઋણનું સ્મરણ કરવા, ગુરુના ગુણગાન ગાવા અને ગુરુપ્રાપ્તિનો કેફ ઘુંટવાનો અમુલ્ય અવસર એટલે ગુરુપૂર્ણિમા!

સમસ્ત ભારતવર્ષ પોતાના ગુરૂનું પૂજન કરી શુભ પ્રેરણા મેળવે એ હિન્દુધર્મની પ્રણાલિકા છે. આ પ્રણાલિકા અનુક્રમે બી.એ.પી.એસ.  સંસ્થાના હજારો કેન્દ્રોની અંદર ધામધૂમપૂર્વક ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. બી.એ.પી.એસ.  સંસ્થાના ગાદીસ્થાન બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવવડીલ સદ્દગુરુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્યતાઅને દિવ્યતાથી ઉજવાયો હતો.બી.એ.પી.એસ.  સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ખાતે પણ આ ઉત્સવ ધામધૂમપૂર્વક  ઉજવવામાં આવેલો હતો.

આ વર્ષે ગુરૂપૂર્ણિમાના દિવસે સવારથી જ બી.એ.પી.એસ.   સ્વામિનારાયણ મંદિરે ગુરૂભક્તિઅધ્ર્ય અર્પણ કરવા ભક્તો ભાવિકોનો ધસારો રહેલો. રાજકોટની આજુબાજુમાં આવેલ ગામડેથી પધારેલ હરિભક્તો માટે વિશિષ્ટ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરે સવારે શણગાર આરતી બાદ ગુરુમહિમાના કીર્તનનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંતો અને હરિભક્તો ગુરૂપૂજનમાં જોડાયા હતા. આરતી બાદ યોગીસભાગૃહમાં ગુરુપૂર્ણિમાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધૂન-કીર્તન બાદ પૂજ્ય સંતો દ્વારા ગુરુમહિમાનું ગાન કરવામાં આવ્યું હતું. જેમાં માનવીના જીવનમાં ગુરૂની આવશ્યકતા, ગુરૂમાં કઈ રીતે જોડાવું, ગુરૂ-શિષ્યનો સંબંધ વગેરે વિષયો પર ઉપસ્થિત ભક્તોએ કથાવાર્તાનો લાભ પ્રાપ્ત કરેલો.

Whatsapp Image 2022 07 13 At 5.04.12 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.