બધાઇ હો બધાઇ…. દેવસેના કરશે બાહુબલી સાથે સગાઈ…

anushka sharma | prabhas | baahubali | bollywood | entertainment
anushka sharma | prabhas | baahubali | bollywood | entertainment

“બાહુબલી –ધ કંક્લુઝન ની અપાર સફળતા સાથે જ દર્શકોએ ફિલ્મમાં બાહુબલી એટ્લે પ્રભાસ અને દેવસેના એટ્લે અનુષ્કા શેટ્ટીએ ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી બાઘનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું હતું. હાલ બંને સ્ટાર પોતાના રિલેશનને લઈ કઈ બોલતા નથી. હવે ખબર એ આવી રહી છે કે આ જ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. સાઉથ એશિયન સિનેમા મેગેજીનના ફિલ્મ અને ફેશન કૃતિક ઉમેર સંધુ એ આ વાત ની જાહેરાત કરી છે કે પ્રભાસ અને અનુષ્કા બંને ડિસેમ્બરમાં સગાઈ કરશે.હાલ અત્યાર સુધી આ બને સ્ટાર પાસેથી કોઈ કન્ફર્મેશન આવ્યું નથી.

ઉમેરે બે ટ્વિટ્ટ કરતાં અનુષ્કા અને પ્રભાસના રિલેશન વિષે જાણકારી આપી છે.બીજા ટ્વિટ્ટમાં તેમણે કેપશનમાં લખ્યું હતું કે આ સ્ટારના એક ક્લોઝ ફ્રેંડે તેમના રિલેશન અને તેમની સગાઈની જાહેરાત કરી છે.

બાહુબલી પહેલા બિલ્લા અને મિર્જી જેવી ફિલ્મોમાં સાથે સ્ક્રીન શેર કરી ચૂકેલા પ્રભાસ અને અનુષ્કાએ ક્યારે પણ પોતાના રિલેશન વિષે ખુલાસો કર્યો નથી. બંને ઓછા જ ફક્ષણ કે પાર્ટીમાં સાથે જોવા મળે છે. હાલમાં જ બાહુબલીની પૂરી ટીમ જેમાં પ્રભાસ, અનુષ્કા શેટ્ટી,રાણા દુગ્ગબાતી સાથે રવિના ટંડન સાથે પાર્ટી કરતાં જોવા મળ્યા હતા.

આ પહેલા એ ખબર આવી રહી હતી કે પ્રભાસની ફેમેલીએ તેમની સગાઈ એક બિઝનેસમેન ની પુત્રી સાથે નક્કી કરી હતી પરંતુ હવે લાગે છે કે તેમની લાઈફ પાર્ટનર અનુષ્કા જ બનશે. બાહુબલી ફિલ્મના શૂટિંગ વખતે પ્રભાસે લગભગ 6000 જેવા મેરેજ પ્રપોજલ આવ્યા હતા પરંતુ તેમણે બાહુબલીની ફેંચાઇજિને પોતાના 5 વર્ષ આપ્યા હોવાથી તેમણે સગાઈ કરી નહીં.

એક રિપોર્ટ પ્રમાણે પ્રભાસે બાહુબલીના શૂટિંગ દરમ્યાન પોતે તો સગાઈ ન કરી પરંતુ અનુષ્કાને પણ ન કરવા દીધી. બાહુબલી પહેલા અનુષ્કાની સગાઈ થવાની હતી પરંતુ પ્રભાસે આ સગાઈને રોકી હતી અને તેઓ ઇચ્છતા હતા કે તેમ ની જેમ જ અનુષ્કા બાહુબલી ફિલ્મ પર ધ્યાન આપે.