Abtak Media Google News
લાંબી આયુષ્ય માટે ૩ નિયમ ૧) છ કલાકની ઉંઘ, ૨) એક કલાક વ્યાયામ, ૩) યોગ્ય સ્વસ્થ્ય ભોજન

યોગ ગુરૂ બાબા રામદેવ ખુદ યોગ, વ્યાયામ, સ્વસ્થ્ય આહારનું ચુસ્ત પાલન કરે છે તેમની તંદુરસ્તીનું રાજ તેઓ મેડિટેશન જણાવે છે, બાબા રામદેવે શુક્રવારે જણાવ્યું હતું કે, મનુષ્ય ૪૦૦ વર્ષ માટે જીવવાલાયક છે પરંતુ ખોટી જીવનશૈલી રોગો તેમજ અકાળે મૃત્યુનું કારણ બને છે. તેમણે લોકોને રોગ તેમજ દવાઓથી છુટકારો મેળવવા સ્વસ્થ્ય આહાર તેમજ કસરત કરવાની સલાહ આપી હતી.

તેમના પ્રમાણે જીવન ૪૦૦ વર્ષ માટે બનાવવામાં આવ્યું છે. જેને આપણે આહાર તેમજ લાઈફ સ્ટાઈલ દ્વારા બગાડયું છે.

આપણે ખુદ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક તેમજ અન્ય રોગોને નિમંત્રણ આપીએ છીએ. જેના લીધે દવાઓ તેમજ ડોકટરોની મદદ લેવી પડે છે. તેમણે ૨૧મી નેશનલ કવોલિટી કોન્કલેવ સભામાં જણાવ્યું હતું. રામદેવે ત્યારબાદ યોગાસનની અમુક મુદાઓ પણ કરી બતાવી હતી. તેમજ પ્રેક્ષકો માટે આ ફાસ્ટ એન્ડ ફયુરીયસ વલ્ડમાં જીવવા માટેની ટીપ્સ આપી હતી. સાથે સુચવ્યું હતું કે લોકોએ પોતાના ‚ટીન તેમજ ખાવા-પીવાની આદતોને કઈ રીતે યોગથી સુધારવી જોઈએ, તેમણે જણાવ્યું હતું કે, યોગ દ્વારા બીજેપી ભાજપના પ્રમુખ અમિત શાહે ૩૮ કિલો વજન ઘટાડયો છે. હું એમને ગઈકાલે મળ્યો હતો તેણે બાફેલા શાકભાજી અને સૂપને ડિનરમાં લઈ પોતાના ફુડ પર નિયંત્રણ મેળવ્યું હતું. તેમની કંપની પતંજલિની વારંવાર ટીકા થયા છતાં બાબાએ તેમાથી સારુ જ્ઞાન લીધું હતું. તેણે હાલ હેલ્થી રહેવા તેમજ ડોકટરો તેમજ દવાઓથી રહીત રહેવા માર્કેટમાં આયુર્વેદની પ્રોડકટસનું વેચાણ કરવું યોગ્ય લાગે છે. જે મોદીજીના ‘મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈન’ માટે ઉપયોગી બનશે.

તેમણે કહ્યું હતું કે જીવનની ગુણવતા ૩ પ્રયાસો દ્વારા વધારી શકાય છે. ૧) ૬ કલાકની ઉંઘ ૨)એક કલાકનો વ્યાયામ અને ૩) સ્વસ્થ્ય સારુ ભોજન. કેન્સર, સ્વાઈનફલુ જેવા મોટા રોગોનું નિવારણ શ્ર્વાસોશ્ર્વાસની પ્રક્રિયા (પ્રાણાયામ) દ્વારા શકય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.