‘બબીતાજી’એ ‘જેઠા’ના દીકરા ‘ટપુડા’ સાથે પ્રણયફાગ ખેલ્યો…!!

બબીતાજી…. બબીતાજી…. કહી પાછળ ઘુમતા રહેતા જેઠાલાલને તો સૌ કોઈએ જોયા જ હશે. અને જો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સીરીયલમાં જો કોઈને પ્રેમ સંબંધ કે લવ સ્ટોરી વિશે પૂછવામાં આવે તો તે તરત જ બબીતાજી અને જેઠાલાલ વિશે જ બોલી ઊઠે..!! પણ અહીં તમને જાણીએ નવાઈ લાગશે કે “બાબતાજી”એ જેઠાલાલ સાથે નહીં પરંતુ “જેઠા”ના દિકરા “ટપુડા” સાથે પ્રણયફાગ ખેલ્યો છે..!! જી. હા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનો રોલ નિભાવનાર મુનમુન દત્તા અને ટપુડાનો હાલ રોલ નિભાવનાર રાજ અનડકટ વચ્ચે ઇલુ-ઇલુ ચાલી રહ્યું છે.

નોંધનીય છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો મોટાભાગે તેમાંથી ફેમ રોલર, એકટર બહાર નીકળવા અને બદલવા માટે ચર્ચામાં રહ્યો છે.પરંતુ આ વખતે બબીતા અને ટાપુની લવ સ્ટોરીને કારણે ચર્ચાનું કારણ બન્યો છે. મુનમુન દત્તાનું અફેર રાજ અનડકટ સાથે ચાલી રહ્યું છે. એ જાણીને પણ નવાઈ લાગશે કે આ બંને પ્રેમી પંખીડા વચ્ચે 9 વર્ષનો ઉંમરનો તફાવત છે. રાજ 24 વર્ષનો છે જ્યારે મુનમુન દત્તા 33 વર્ષની છે. જો કે સિનેમા જગતમાં આ કોઈ પહેલો દાખલો નથી કે અભિનેતા કરતા અભિનેત્રીની ઉંમર “વધુ” વધુ હોય..!!

અહેવાલો અનુસાર, મૂન મૂન અને રાજ એકબીજાને ડેટ કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, બંને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતા નથી. આ બંનેને સોશિયલ મીડિયા યુઝર્સે ઘણી વખત ટ્રોલ પણ કર્યા છે. મુનમુન અને રાજનો પરિવાર પણ તેમના સંબંધો વિશે જાણે છે. એટલું જ નહીં, ‘તારક મહેતા …’ની આખી ટીમ પણ આ વાત સારી રીતે જાણે છે. એવી પણ ચર્ચા છે કે બંને તેમના સંબંધોને લઇન એકદમ ગંભીર છે અને સેટ પર પણ તેઓ તે રીતે જ વ્યવહાર કરે છે. જો કે, રાજ અને મુનમુને આ સંબંધ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બંને તેમના સંબંધોને સ્વીકારતા નથી પણ નકારતા પણ નથી..!!

જણાવી દઈએ કે મુનમુન દત્તા (બબીતા ​​જી) જે તાજેતરમાં 2 મહિનાની છુટ્ટી પછી શોમાં પરત ફરી છે જ્યારે હાલ રાજ અનડકટ (ટપ્પુ) સિરિયલનો નિયમિત ભાગ જ છે. મુંબઈમાં જન્મેલા રાજે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા ભાગીદારી કા’ થી કરી હતી. માર્ચ 2017 સુધી, ભવ્ય ગાંધીએ ‘તારક મહેતા …’માં ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ આજ સુધી રાજ ‘ટપ્પુ’ના રોલમાં જોવા મળી રહ્યો છે. વાત કરીએ, મુન મુનની તો તેણી વર્ષ 2008થી ‘તારક મહેતા’નો ભાગ છે, તે પૂણેની છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેણે 2004માં ઝી ટીવીની સિરિયલ ‘હમ સબ બારાતી’ થી શરૂઆત કરી હતી. બાદમાં તે ‘મુંબઈ એક્સપ્રેસ’, ‘હોલિડે’ જેવા ફિલ્મોમાં જોવા મળી હતી. મુનમુનના પિતા નથી, તેણી માતા, ભાઈ -બહેન અને ભત્રીજી સાથે મુંબઈમાં રહે છે.