Abtak Media Google News

બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારના નાફેડ અને ગુજકોમશોર્લની નોડેલ એજન્સી તરીકે બાબરા તાલુકા ઉત્પાદક અને ઉપરાંત સહકારી મંડળ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીના સેન્ટરનો પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે બાબરા તાલુકા પ્રમુખ અશોકભાઈ રાખોલીયા, જિલ્લા ભાજપ સંગઠન મંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ બુટાણી, એન.સી.ડી.સીના સિનિયર પ્રોજેક્ટ ઓફિસર સંગીતાબેન, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા શહેર ભાજપ ઉપપ્રમુખ  દિપકભાઈ કનૈયા , તાલુકા ભાજપ ના આગેવાનો ભુપતભાઈ બસિયા, મહેશભાઈ ભાયાણી, રાજુભાઈ દેત્રોજા, મંડળીના ઉપપ્રમુખ જયસુખભાઈ કલકાણી તેમજ બાબરા માર્કેટ યાર્ડના ડીયરેક્ટર અલ્તાફભાઈ નથવાણી, હિંમતભાઈ પાનસુરીયા, ગોવિંદભાઈ બાવળિયા, સામતભાઈ રાતડીયા, હરેશભાઈ સેલિયા, તેમજ બાબરા તાલુકા માથી મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સ્વાગત પ્રવચન બાબરા માર્કેટ યાર્ડના સેક્રેટરી અજયભાઈ ડી.પડંયા દ્વારા કરવામાં આવીયું અને પૂર્વ કેબિનેટ મંત્રી  બાવકુભાઈ ઉધાડ તેમજ જિલ્લા ભાજપ સંગઠન મંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપી દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈમોદી દ્વારા ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા છેલ્લા ૯ વર્ષ થી કરવા મા આવેલ કામગીરીથી ખેડૂતોને વાકેફ કરીયા હતા

આ તકે બાબરા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળીના પ્રમુખ જીવાજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ગુજકોમશોર્લના ચેરમેનદિલીપભાઈ સંઘાણી દ્વારા બાબરા તાલુકાની નવી ઊભી થયેલ સંસ્થાને ટેકાના ભાવે ચણાની ખરીદીની કામગીરી સોંપી તાલુકાની સંસ્થાને પગભર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તે માટે દિલીપ સંઘાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.