- ઇશાપર ગામે ભવ્ય ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
- તારક મહેતાના કલાકારો કાર્યક્રમમા જોડાય
- આયોજક ડાયાભાઈનું ફુલહાર પહેરાવી સન્માન કરાયું
બાબરાના ઈશાપર ગામમા રામજી મંદિરે ભવ્ય ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના બીજા દિવસે ડાયાભાઈ તરફથી રામજી મંદિરે પૂજા કરી, સતત હવન ચાલુ રાખવામાં આવ્યો હતો. સાંસદ, ધારાસભ્ય, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો સહિત 58 ગામના લોકોએ તેમજ રામજી મંદિરના સંતોએ હાજરી આપી પ્રસાદ લીધો. તેમજ નામી અનમી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. મંદિરની સાથો સાથ ગામમાં અનેક વિકાસના કામો પણ કરવામાં આવ્યા છે. તેમજ ગાડાઓમાં શોભાયાત્રા નીકળી હતી. જેમાં એકઠા થયેલ ધનરાશીને પારેવડાની ચરણમાં આપવામાં આવ્યા હતા. તમામ ગ્રામજનોએ ડાયાભાઈને ફુલહાર પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. સાથો સાથ ટીવી કલાકારોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં તારક મહેતાના હાથીભાઈ તથા અબ્દુલભાઈ એ પણ ભવ્ય પોગામમા હાજરી આપી હતી. કલાકારો સાથે ફોટા પડાવા લોકો ઉમટ્યા હતા.
મળતી માહિતી મુજબ, બાબરા તાલુકાના ઈશાપર ગામે બીજા દિવસે પણ ગામમાં ડાયાભાઈ તરફથી રામજી મંદિરની તમામ ભગવાનની મુત્તી પૂજા કરવામાં આવી સતત હવન ચાલુ રહ્યો ગામ ધુમાડા બંધ બે ટાઈમ પ્રસાદ લીધો સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા ના સદસ્યો 58 ગામના તમામ રામજી મંદિરના સંતોને હાજરી આપી પ્રસાદ લીધો. કપડા દક્ષિણે આપી રાતે નામી અનમી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો ડાયરામા રૂપિયાનો વરસાદ વર્ષો આખા ગામે સાત સહકાર આપી તમામ કામો પોતાની રીતે ઉપાડી લીધા ડાયાભાઈ ચોવટીયા દ્વારા ઈસાપર ગામે ભવ્યથી ભવ્ય રામજી મંદિર બનાવવામાં આવ્યું લાલા દાદાનું મંદિર બનાવ્યું શીતળા માનુ મંદિર બનાવ્યું નાહવાનો ઘાટ બનાવ્યો હતો.
સમસાને ગીટ બનાવ્યો અને મોટો ગજેપો બનાવ્યો અને આમાંનું વર્ગીકરણ કર્યું ડાયા ચોવટીયા પોતે જ એકલા દાતા ચબૂતરો બનાવ્યો,અવેડા ઘર બનાવ્યું, મા ખોડીયાર માના મંદિરે બે મોટા હોલ બનાવ્યા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી પૈસાનો વરસાદ થયો. ગાડાઓમાં શોભાયાત્રા નીકળી જે પૈસા થયા તે પારેવડા ની ચરણમાં આપ્યા સતત ત્રણ દિવસ ગામ ધુવારા બંધ રહિયું તમામ ગ્રામજનોએ ડાયાભાઈને ફુલહાર પહેરાવી તેમનું સન્માન કર્યું અને બાબરા તાલુકામાં આંખ અંજાઈ જાય એવો કાર્યક્રમ થયો હતો. શાસ્ત્રીઓ દ્વારા તમામ દેવી-દેવતાઓને મંત્રથી યજ્ઞથી હોમ હવન કરીને મૂર્તિમાં પ્રાણ પૂર્યા આ બધું કરીને ડાયાભાઈ પોતાના ગામનું ઋણ અદા કર્યું,,સાથો સાથ ટીવી કલાકાર તારક મહેતા ના હાથીભાઈ તથા અબ્દુલભાઈ એ પણ આ ભવ્ય પોગામમા હાજરી આપી હતી તેમજ તારક મહેતાના ટીવી કલાકાર હાથી તથા અબ્દુલ સાથે લોકોએ સેલ્ફી પાડવા માટે પડાપડી થઈ હતી અને ટીવી કલાકાર સાથે લોકોએ સેલ્ફી પાડી મજા લીઘી હતી વતન ના રતન એવા ડાયાભાઈ દ્વારા આ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતા.
અહેવાલ : અપ્પુ જોશી