Abtak Media Google News

અપ્પુ જોષી, બાબરા: ભ્રષ્ટ અધિકારીઓ, પદાધિકારીઓ કે કર્મીઓના કારણે જ કોઈ વિસ્તાર, જિલ્લા કે રાજ્ય અને દેશનો વિકાસ રૂંધાય છે. પોતાનું ખિસ્સું સદૈવ ગરમ રાખવા મથતા અને પોતાનો જ એકલવાયો વિકાસ કરવામાં માનતા લોકો ભ્રષ્ટાચાર કરી અન્ય નિર્દોષો પર પણ છાંટા ઉડાડે છે. આમ જ લોકોનો વિશ્વાસ લુપ્ત થાય છે.

હાલ ભ્રષ્ટાચાર આચરી રૂપિયા રળવાના બનાવો સ્થાનિક સ્તરે ખૂબ વધ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો અમરેલીના બાબરામાં સામે આવ્યો છે. બાબરા પાલિકાની પાઈપલાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચારની બુ આવી છે. પાઇપલાઇનનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. એમાં પણ આ કૌભાંડ બાબરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ મારૂ અને કોંગ્રેસ અગ્રણી અમીત જોગેલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી છતું કરવામાં આવ્યું છે.

શું છે બનાવની વિગત ?

બાબરા નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના સદસ્ય શંભુભાઈ મોહનભાઇ પાંચાણી તેમના સાથી સદસ્યો દ્વારા ખાનગી જે.સી.બી અને ટ્રેકટર (GJ14M 4386)માં નગરપાલીકાની મોટી પાઇપલાઇન લઈને ભાવનગર રોડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ વાતની ખબર બાબરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ મારૂ અને કોંગ્રેસ અગ્રણી અમીત જોગેલને ખબર પડતાં તેઓએ વાહનનો પીછો કરવાનું નક્કી કર્યુ હતું. જે મુજબ તેમણે પીછો કરી પાઇપલાઇન લઈ જતા વાહનને રોકી સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડ્યો હતો. આ દરમિયાન અન્ય એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો હતો કે આ સમગ્ર કૌભાંડ પાછળ બાબરા નગરપાલિકાના પ્રમુખના પતિ લાલિતભાઈ આંબલિયાનો હાથ છે.

પાઈપલાઈન કૌભાંડમાં પાલિકા પ્રમુખના પતિનો હાથ

09Cbb47B A650 462A 9582 0D0D0761Dd62

બાબરા વિસ્તારમાં ઉઘાડા પડેલા પાઇપલાઇનના કૌભાંડમાં બાબરા નગરપાલિકાના પ્રમુખના પતિ લાલિતભાઈ આંબલિયાનો હાથ હોવાનું ખુલ્યું છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ મારૂ અને કોંગ્રેસ અગ્રણી અમીત જોગેલે પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે નગરપાલિકા સદસ્યય શંભુભાઈ દારૂ પીધેલી હાલતમાં હતા. અને તેમણે કહ્યું કે આ પાઇપલાઇનનો ખાનગી કામ અર્થે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આ કામ નગરપાલિકાના પ્રમુખના પતિ લાલિતભાઈ આંબલિયાના કહેવાથી કરવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ પાઇપલાઇન ભરેલ ટ્રેકટર બાબરા પોલીસ મથકે લઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.