બાબરાની ભાણેજની ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ

લોસ એન્જલસમાં શોર્ટ ફિલ્મ હાઇવે નાઇટ્સને એવોર્ડ

લોસ એન્જલસમાં યોજાયેલ મૂવી ફેસ્ટિવલમાં બાબરા નિવૃત શિક્ષક અને બ્રહ્મસમાજ અગ્રણી નવનીતભાઈ દવે અને ઉષાબેન દવેની ભાણેજ કુ. માઝેલ વ્યાસની શોર્ટ ફિલ્મ હાઇવે નાઇટ્સ ને ગ્રાન્ડ જ્યુરી એવોર્ડ 2021 મળ્યો અને આગામી ઓસ્કાર પુરસ્કાર માટે પણ આ મૂવી નોમીનેટ થયું છે.

માઝેલના પિતા સુનીલ વ્યાસ વડોદરા ખાતે ટેનિસ કોચ છે તેમજ માતા પૂર્વી વ્યાસ બંને છેલ્લા ઘણા વર્ષોથી અવિરત સંઘર્ષ કરી પોતાની લાડકવાયી દીકરીનું નામ ઓસ્કાર સુધી પહોંચાડ્યું છે.

જેમાં વિખ્યાત દિગ્દર્શક પ્રકાશ ઝા નો પણ સિંહફાળો રહ્યો આ અગાઉ માઝેલ વ્યાસ બોલીવુડની ઘણી હિટ ફિલ્મો તેમજ પ્રખ્યાત ટીવી શ્રેણી, વેબ સિરીજ માં પણ કામ કરી ચૂકી છે.