Abtak Media Google News

ભારતમાં આઝાદી કાળથી ચાલતું આવતું “બાબુરાજ” હવે એક મોટા પડકાર સમાન બની રહ્યું છે. વેપાર-ધંધા તેમજ નિકાસ વધારી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનો દબદબો કરવા સરકાર પ્રયાસો કરી રહી છે પરંતુ તાજેતરમાં અમેરિકા દ્વારા રજૂ કરાયેલા 2021- ઇન્વેસ્ટમેન્ટ  કલાઈમેન્ટ સ્ટેટમેન્ટમાં એ ખુલાસો થયો છે કે ભારતમાં ધંધો કરવો લોઢાના ચણા ચાવવા સમાન છે.

વિશ્વના રોકાણકારો તેમજ બિઝમેશમેન માટે વેપાર કરો ભારત એક પડકારજનક સ્થળ બની રહ્યું છે. રાજ્ય વિભાગે બુધવારે જાહેર કરેલા ’2021 ઈન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટ સ્ટેટમેન્ટ્સ: ઈન્ડિયા’ ના એક અહેવાલમાં કહ્યું છે કે ભારત વેપાર-ધંધો કરવાનું એક પડકારજનક સ્થળ છે.

બાબુઓ દ્વારા વિજ્ઞાની તર્ક તેમજ પૂર્વ આયોજન વગર લેવાતા નિર્ણયો, આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા જતાં ટેરિફ તેમજ રોકાણને આડે આવતા અવરોધો આ માટે મુખ્ય જવાબદાર પરિબળ છે તેમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ બંધારણીય દરજ્જો હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો છે. જેને ટાંકતા સરકારે કહ્યું છે કે સરકારના આ નિર્ણયનો વિદેશ વેપાર સાથે કોઈ સંબંધ નથી. તે ભારતની આંતરિક બાબત છે.

જીએસટી હેઠળ કાયદાની આંટી ઘૂટી

ભારતના અર્થતંત્ર અને વેપારને વિશ્ર્વના અન્ય દેશો એકરૂપ બનાવવા માટે અને સેવા કરના માળખાને દૂરસ્ત કરવા માટે લાવવામાં આવેલા જીએસટીને વધુને વધુ સરળ અને કાયદાની આંટીઘૂટીઓ દૂર કરવા માટે સરકારે કવાયત હાથધરી છે. જીએસટીને લગતાં કાયદાકીય મુદ્ાઓ અને અવરોધો દૂર કરી કરદાતાઓને કર ચૂકવણીથી લઇને રીફંડ અને વેપારમાં સરળતા રહે તે માટે કેન્દ્ર સરકારે સમિક્ષા હાથધરી છે.

એફ.એમ.સી.જી. અને રિટેલ માર્કેટમાં જીએસટીના કાયદાકીય વિસંગતાઓ માટે જરૂરી સુધારા કરીને જીએસટીને સરળ બનાવવમાં આવશે. સરકારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં ઘણી સરળતા કરી દીધી છે પરંતુ જીએસટીમાં હજુ કેટલીક સમસ્યા છે તેનું પણ નિવારણ થઇ જાય તે માટે કવાયત હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.