Abtak Media Google News

આજથી બચ્ચન તમારા ડ્રોઈંગ ‚મમાં આવશે. જી હા, કેબીસી-૯નો રાત્રે પ્રારંભ થશે અનોખા અંદાજમાં બિગ-બી સવાલ પૂછશે તેઓ ઘૂંટાયેલા અવાજમાં શ‚આત કરશે-દેવીઓ ઔર સજજનો… અમિતાભ બચ્ચન વિના ગેમ શો કૌન બનેગા કરોડપતિની કલ્પના પણ ન કરી શકાય. તેઓ ખૂદ કેબીસીનો વિકલ્પ બનીને રહી ગયા છે. એક સીઝન માટે શાહ‚ખ ખાને ટ્રાય કરી જોઈ પરંતુ તે કામિયાબ રહ્યો ન હતો. કેમકે બચ્ચનના પેંગડામાં પગ ઘાલવાનું તેનું કામ નથી. ૭૪ વર્ષનાં મેગા સ્ટાર  મિલિયેનિયમ સ્ટારની ટેંગલાઈન છે- અબ જવાબ  દેને કા વકત આ ગયા હે. સોની ટીવી ચેનલ પર અમિતાભ બચ્ચન પ્રતિયોગીઓને સવાલ પૂછશે. તેઓ કહેશે કઆપ કો કયા લગતા હૈ, આપ કયા કરના ચાહેંગે, કમ્પ્યુટરજી ઈસ જવાબ કો લોક કર દીયા જાય. આ બધા તકિયાકલામ બચ્ચનના મોઢે સાંભળવા તૈયાર રહેજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.