Abtak Media Google News

મિડલ ઓર્ડર બેટ્સમેન અને રાજ બાવાની પાંચ વિકેટ ટીમને જીત અપાવવામાં ઉપયોગી નીવડી

અબતક, ન્યુદિલ્હી

ક્રિકેટ ઇતિહાસમાં ભારતીય ટીમનું વર્ચસ્વ અનેરું છે ત્યારે પહેલા છે કહેવત હતી તે બડે મીયા તો બડે મિયા છોટે મિયા સુભાન-અલ્લાહ તે ઉક્તિને અંડર 19 ક્રિકેટ ટીમના ભારતીય ખેલાડીઓએ ચરિતાર્થ કરી છે. હાલ જે અંડર નાઇન્ટીન વિશ્વ કપ રમાઈ રહ્યો હતો તેમાં ફાઈનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાયો હતો જેમાં ભારતે ઇંગ્લેન્ડને માત આપી પાંચમી વખત વિશ્વકપ જીતી ઈતિહાસ રચ્યો હતો. આ જીતમાં મુખ્યત્વે મિડલ ઓર્ડર બેટ્સમેન ની સાથે રાજ બાવાની પાંચ વિકેટ ટીમને જીત અપાવવા માટે ઉપયોગી નીવડી હતી.

 

ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ઇંગ્લેન્ડની ટીમ નજીવા 6 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ છેલ્લે આવેલા બેટ્સમેનોએ ટીમનો સ્કોર 189 સુધી પહોંચાડ્યો હતો અને ભારતીય ટીમને 190 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં ભારતે છ વિકેટ ગુમાવી લક્ષ્યાંક ને એડ કરી વિશ્વ કપ ટાઇટલ પાંચમી વખત જીત્યું હતું અને ઇતિહાસ પણ રચ્યો હતો. આ જીત સાથે બીસીસીઆઈએ ખેલાડીઓને 40-40 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે અને સપોર્ટ સ્ટાફ ને 25-25 લાખ રૂપિયા આપવા માટેની જાહેરાત કરી છે.

 

ભારતે સર્વપ્રથમ અંડર-19 વિશ્વકપ 2000માં જીત્યો હતો ત્યારબાદ 2008માં , 2012માં, 2018માં અને 2022માં જીત્યો છે. નથી ફાઈનલ મેચમાં ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન ઓએ અડધી અડધી સદી ફટકારી ટીમનો વિજય નિશ્ચિત કરાવી દીધો હતો અને હાલ જે ભારતીય ટીમના સુકાની પદ સંભાળી રહ્યા છે તેની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.