Abtak Media Google News

અબતક,સમીર વિરાણી ,બગસરા

બગસરામાં અપસરા ચાર રસ્તા પેટ્રોલ પંપ પાસે આશીર્વાદ રેસ્ટોરન્ટ ખેડૂત એન્જિનિયરિંગ તથા ભારત પ્રાઇમસ નામની ત્રણ દુકાનોમાં અચાનક જર્જરિત સ્લેપ પડતા આસપાસ ના લોકો તથા દુકાન માં બેઠેલ લોકોનો ચમત્કારી બચાવો થયો છે મળતી માહિતી મુજબ બગસરા ના હાર્ડ સમાવિસ્તાર સ્ટેશન રોડ અપાસરા ચાર રસ્તા પેટ્રોલ પંપ વિસ્તાર આશરે 65 વર્ષ જૂનું બાંધકામ હોવાથી અતિ જર્જરિત હાલતમાં હોય

ભર બજારમાં અવરજવર વિસ્તારમાં આ દુકાનો આવેલી હોવાથી તે સ્લેબ અચાનક ધડાંગ કરતા અવાજ સાથે હેઠો પડતા આસપાસ પીજીવીસીએલ ના વાયરીંગ સાથે નીચે પડતા અવરજવર કરતા લોકોનું તથા દુકાનમાં બેઠેલ લોકોનો ચમત્કારી બચાવો થયો છે તેમ જાણવા મળેલ છે આમાં પીજીવીસીએલ ની ઘોર બેદરકારી જોવા મળી હતી સ્લેપ પડતા લોકોએ લાઈટ બંધ કરવા જાણ કરેલ છતાં પીજીવીસીએલ દ્વારા લાઈટ ને ઘણા સમય બાદ બંધ કરવામાં આવી હતી અને લોકોનું જોખમ વધ્યું હતું. જો કે આ વિસ્તાર માં સતત અવરજવર હોવાથી ાલદભહ ના વાયર ચાલુ લાઈન માં રોડ પર લટકતા જોવા મળ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.