Abtak Media Google News
  • કલાકારો
  • પ્રભાસ, અનુષ્કા શેટ્ટી,
  • રમ્યા ક્રિષ્નન, રાણા દાગુબટ્ટી, તમન્ના ભાટિયા
  • પ્રોડયુસર: કરન જોહર
  • ડાયરેકટર
  • એસ.એસ.રાજામૌલી
  • ફિલ્મની અવધિ: ૧૫૫ મિનિટ
  • ડબિંગ ડાયલોગ્સ
  • મનોજ મુન્તસિર
  • સિનેમા સૌજન્યકોસ્મોપ્લેકસ
  • રેટિંગ: ૫ માંથી ૪.૫ સ્ટાર

ઈન્તઝાર ખતમ, ફાઈનલી રીલીઝ થઈ ગઈ. બાહુબલી: ધ ક્ધકલુસન ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા ઓનલાઈન અને વિન્ડો બુકિંગ જબરદસ્ત હતું. આજે પ્રથમ દિવસે ૬શો હાઉસફુલ છે.

ફિલ્મની વાત કરીએ તો દર્શકોને ખુબ જ પસંદ પડી રહી છે. આખિરકાર, દર્શકોને લાંબા ઈન્તઝાર બાદ એ ‘રાષ્ટ્રીય પ્રશ્ર્ન’ કટપ્પાને બાહુબલી કો કયૂં મારા થા ? નો જવાબ મળી ગયો છે. જો કે, અહીં અમે એ રહસ્ય છતું નહી કરીએ. જેથી દર્શકોની મજા બરકરાર રહે. ભારતભરમાં કુલ ૮૦૦૦ સિનેમાઘરો (મલ્ટીપ્લેકસ અને સિંગલ સ્ક્રીન)માં રીલીઝ થઈ છે. દેશમાં હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં બાહુબલી રીલીઝ થઈ છે. દક્ષિણ ભારતમાં (ચેન્નઈ) તો પ્રભાસની રેપ્લિકા એટલે કે પ્રતિમાને દૂધનો અભિષેક કરવામાં આવ્યો. ચેન્નઈ ઉપરાંત બેંગલોર, તિરુવનંથપુરમ અને હૈદરાબાદમાં તમામ સિનેમાઘરોમાં ગત મંગળવારે જ રવિવાર સુધીના તમામ શો પેક થઈ ગયા છે. જો કે તમિલનાડુમાં વહેલી સવારના શો માટે સરકારી પરમિશન ન હોઈ શો રદ કરાયા હતા. પશ્ર્ચિમ ભારતમાં જોઈએ તો મુંબઈમાં સિનેમાઘરમાંથી બહાર આવતા દર્શકો માટે પ્રસંશાના પુષ્પો વેરી રહ્યા છે. ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડામાં પણ દર્શકોને ખૂબ જ પસંદ પડી છે. દર્શકોએ ૧૦૦માંથી ૧૦૦ માર્ક આપ્યા છે. ખાસ કરીને પ્રથમ ભાગ કરતા બાહુબલીના બીજા ભાગમાં ડ્રેસિંગ, સેટઅપ, એકિટંગ, એકશન તમામ સ્તરે ફિલ્મ ખરી ઉતરી છે. જો કે, પ્રથમ ભાગના કલાયમેકસમાં જેમ દર્શકોને ઝાટકો લાગ્યો હતો તેવું બીજા ભાગના અંતમાં થતું નથી. મતલબ કે, કલાયમેકસ કમજોર છે. મૂળ તમિલ ફિલ્મના હિન્દી ડાયલોગ મનોજ મુન્તસીરે લખ્યા છે જે કાબિલે તારીફ છે. તેમણે કરેલી મહેનત પડદા પર દેખાઈ આવે છે.

ખાસ શું છે ?

  • * ફિલ્મ ખાસ તો પ્રભાસ, રમ્યા, અનુષ્કા શેટ્ટી, સત્યરાજ, ક્રિશ્ર્નન, રાણા દાગુબટ્ટી, તમન્ના સહિતના કલાકારોની એક્ટિંગ કાબિલે તારીફ છે.
  • * પ્રમ ભાગ કરતા બીજા ભાગમાં વીએફએકસ ઈફેકટનો ઉપયોગ વધુ હાઈટેક છે. જેી તેની અસર ધારદાર છે અને પડદા પર ફિલ્મ જોવાની વધુ મજા આવે છે. ૬૦૦ વીએફએકસ ટેકનિશિયનોએ કામ કર્યું છે.
  • * તમિલ ફિલ્મના ડબિંગ હિન્દી ડાયલોગ લખવામાં રાઈટર મનોજ મુત્તસીરે વધુ મહેનત કરી છે. કલાકારોના લિપ્સિંગ અને હિંદી ડબ ડાયલોગ મેચ ાય છે. જેી દર્શકોનો રસ જળવાઈ રહે છે.
  • * પ્રભાસ એટલે કે બાહુબલી ત્રણ રોલમાં છે.
  • * ઓસ્કાર એવોર્ડ વિજેતા સેન્લિ કુમારની સિનેમેટોગ્રાફી (કેમેરા વર્ક) જબરદસ્ત છે.
  • * નિર્માણ પાછળ ૧૮ મહિનાની મહેનત લાગી, ૩૬ સ્ટુડીઓમાં ૬૦૦ વીએફએકસ ટેકનિશિયનોએ કામ કર્યું.

કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો ? ઉત્તર મળ્યો, પણ કોઈને કહેતા નહીં

કટપ્પા (મામા)એ બાહુબલીને કેમ માર્યો હતો તેનો ઉત્તર ફિલ્મના બીજા ભાગમાં મળી જાય છે. પરંતુ કોઈને કહેતા નહીં કેમ કે, જેમણે ફિલ્મ જોઈ ની તેમની મજા બગડી જશે. જો કે, ગુ‚વાર રાતી જ સોશિયલ મીડિયા વોટ્સએપ અને ટવીટર ઉપર કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેના વિશે ‘ગતકડાં’ ચાલતા હતા. જો કે, ફિલ્મમાં આ સવાલનો સ્પષ્ટ ઉત્તર આપી દેવામાં આવ્યો છે. ડાયરેકટર રાજા મૌલીએ ઘૂમાવી ફેરવીને કહેવાને બદલે આ પ્રશ્ર્નનો સરળતાી ઉત્તર આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.