અભિનેત્રી કંગના રનૌતની થશે ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

મુંબઈની એક કોર્ટે ગીતકાર જાવેદ અખ્તરના માનહાનિની ફરિયાદ પર અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ જમાનતી વોરન્ટ જારી કરવામાં આવ્યું છે કંગનાએ કોર્ટ સમક્ષ હાજર ન થતા વોરન્ટ જારી કરવામાં આવ્યો છે.

અંધેરી મેન્ટ્રોપોલિટન મજિસ્ટ્રેટની કોર્ટે 1 ફેબ્રુઆરીએ રનૌતને એક સમન્સ જારી કર્યું હતું. જેમાં તેમને 1 માર્ચે હજાર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલે આગળની સુનાવણી 22 મર્ચ સુધી વધારી દીધી છે. આ પહેલા પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, જાવેદ અખ્તર તરફથી રનૌત વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ કથિત માનહાની કેસ દાખલ કર્યો છે. તેમાં તપાસ કરવી જરૂરી હતી.

અંધેરી મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટે ડિસેમ્બર 2020માં જૂહી પોલીસને આદેશ આપ્યો હતો કે, તે રનૌત વિરુદ્ધ જાવેદ અખ્તર તરફથી નોંધાયેલી માનહાનીની ફરિયાદની તપાસ કરવામાં આવે. જાવેદ અખ્તરે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, કંગના રનૌત અભિનતા સુશાંત સિહ રાજપુત મોત બાદ એક ઈન્ટરવ્યૂમાં તેની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. ગીતકારે દાવો કર્યો હતો કે, કંગના રનૌત તરફથી કરવામાં આવેલી પાયાવિહોણી ટિપ્પણીઓથી તેની પ્રતિષ્ટાને ઠેસ પહોંચી છે.