રાજકોટ: બાલભવન જન્માષ્ટમી મેળાનો રંગે ચંગે પ્રારંભ

  • ફ્રી ચિલ્ડનપાર્ક, બાળકો માટે વિવિધ રાઈડ્સ તેમજ મહિલાઓ માટે 300થી વધુ વિવિધ વેરાયટીના સ્ટોલ
  • બાલભવન જન્માષ્ટમી મેળાનો 20દિવસ અનેરો આનંદ લઈ શકશ

વિવિધ તહેવારોને ધામધુમથી ઉજવવા એ તો ગુજરાતીઓની ઓળખ છે. ગુજરાતમાં કોઇપણ તહેવાર હોય તેને ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં ન આવે તો તહેવાર વગર રંગની ધુળેટી જેવી લાગે. ગુજરાતમાં તહેવાર આવે એટલે મેળાની રમઝટ ભારે લાગી પડે છે. ગુજરાતીઓને એ જ તો ખાસીયત છે હું જન્માષ્ટમી આવે અને મેળા સાથે ઉજવણી કરવામાં ન આવે તો તહેવારની રજા ન આવે તો રાજકોટવાસીઓ થઇ જાવ તૈયાર બે વર્ષ બાદ રેડ સેલ પ્રસ્તુત બાલભવન જન્માષ્ટમી મેળાનું આયોજન થવા જઇ રહ્યું છે અને હાલ આ મેળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 16 ઓગષ્ટ થી શરૂ થયેલ આ મેળાનો લાભ રાજકોટીયન્સ જ નહિ પરંતુ ગુજરાતભરના લોકો 4 નવેમ્બર સુધી માણી શકશે.

ખાસ તો આ વર્ષે વધુ મોટા પ્રમાકામાં અને અત્યાધુનિક રીતે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોથી લઇને મોેટેરાઓ પરિવાર સાથે બાલભવન જન્માષ્ટમી મેળાનો 20 દવસ અનેરો આનંદ લઇ શકશે.

મેળાની વિશેષતાની વાત કરીએ તો બધા જ પ્રકારના સેંગમેન્ટમાં સ્ટોલને આવરી લેવાયા છે. ખાસ તો  બાળકો માટે અવનવી રાઇડ્સ અને ફ્ર્રી ચિલ્ડ્રન પાર્ક , તેમજ ફૂડ સ્ટોલ તો ખરા જ. આ ઉપરાંત બાળકોથી લઇ મોટા સુધીના તમામ લોકો માટે એક ડાન્સ , નાવડી , ઝાયન્ટ વ્હીલ , તેમજ મોટી બીજી અનેક રાઇડ્સ , બાળકો માટે જમ્પિંગ અને ઘણુ બધું.

આ સિવાય 300 થી વધુ પ્રોડક્ટસના સ્ટોલ જેમા મહિલાઓ માટે ખાસ રેડીમેટ કુર્તી , રાજસ્થાની મોજડી , બીજી અવનવી ઘણી આઇટમ તેમજ એફ . એમ . સી . જી . , ગિફ્ટ આર્ટિકલ , ઘરગથ્થુની વસ્તુઓ , હેલ્થ , ફિટનેસ તેમજ ફુડ સ્ટોલ , આઈસ્ક્રીમ , અવનવી વેરાયટી સાથે ખાણી પીણી અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે.

રાજકોટવાસીઓ આનંદ ઉલ્હાસ સાથે મેળાને માણી શકે તેવું આયોજન બાલભવન રાજકોટનાં માનદ્ મંત્રી  મનસુખભાઇ જોષી અને ટસ્ટી  ડો . અલ્પનાબેન ત્રિવેદી (હિલીબેન) નાં માર્ગદર્શન હેઠળ કિરીટભાઇ વ્યાસ , ધર્મેન્દ્ર પંડયા , કૃષ્ણાદેવસિંહ જાડેજા , સાગર ઠક્કર , ફિરોજભાઈ , શમિમભાઇ , અને બાલભવનની ટિમ દ્વારા કરવામાં આવ્યું છે. તો રાજકોટવાસીઓ ઉલ્લાસભેર આયોજનમાં સહભાગી થાય અને મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી છે.

રાખડી સ્પર્ધામાં ભૂલકાઓએ બનાવી રંગબીરંગી રાખડીઓ

બાલભવન રાજકોટ દ્વારા દર શનિવારે અવનવા કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન થતું જ હોય છે . શનિવાર તા . 06-08-2022નાં રોજ બાલસભ્યો માટે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ . જેમાં 5 થી 10 વર્ષ (એ) ગૃપ અને 11 થી 16 વર્ષ (બી) ગૃપ પ્રમાણે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બાળકોએ વિવિધ સામગ્રીથી નવિનતમ રાખડીઓ બનાવી હતી. સ્પર્ધામાં બન્ને ગૃપમાં 1 થી 3 ક્રમાંક પ્રમાણે વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં . જેમાં 5 થી 10 વર્ષ (એ) ગૃપ માં વંશ દવે – પ્રથમ , દ્વિશિવ પારેધી – દ્વિતિય , યથ્વી કામદાર – તૃતિય , જ્યારે 5 થી 10 વર્ષ (એ) ગૃપ માં શ્રેયા ચાવડા – પ્રથમ , હેનલ પરમાર – દ્વિતિય , શ્રેયા સોલંકી – તૃતિય , કમાંક પ્રમાણે વિજેતા જાહેર કરાયા હતા . બાલભવન હેન્ડીક્રાફ્ટ વિભાગનાં તૃપ્તિબેન ચૌહાણ અને રિશીતાબેન જોષી એ સ્પર્ધાની કાર્યવાહી સંભાળી હતી . બાલભવનનાં ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ દ્વારા વિજેતા બાળકોને ઇનામ તથા સર્ટિફીકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.