બલિહારી ગુરૂ દેવ કી જીન ગોવિંદ દીયો બતાઈ… જાણો આજના દિવસનો ઈતિહાસ 

દરેકના જીવનમાં સાચુ જ્ઞાન અને માર્ગદર્શન આપનાર એક ગુરુ હોય જ છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ આપણી ગતિ કરાવે તે ગુરૂ ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ- શિષ્યની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે જે આજે પણ એટલા જ પવિત્ર વાતાવરણમાં ઉજવાય છે. આપણાં દેશના મહા ઋષિમુનિઓએ સાચુ જ્ઞાન અને માર્ગદર્શન આપીને આપણા જીવનનો નિખાર કર્યો છે. વિવિધ ગ્રંથોના લેખન કરીને માનવજાતને અમુલ્ય ગ્રંથો આપ્યા જેના પગલે ચાલીને માનવજીવન વ્યતિત કરે છે. ગુરૂ એટલે શિક્ષક જ નહીં પણ આપણા જીવનમાં જે જે જ્ઞાન અને માર્ગદર્શન આપે તે તમામ આપણા ગુરૂજનો છે. ગુરૂજનો વંદનીય અને પૂજનીય હોય છે. જીવન જીવવાનો સાચો રાહ એક ગુરૂ જ બતાવી શકે છે.

બૌઘ્ધ ધર્મના લોકો માટે ખુબ જ શુભ તહેવાર છે: આ દિવસે જ ભગવાન બુઘ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી તેને બુઘ્ધપૂર્ણિમા પણ કહેવાય છે

ગુરૂ સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે, ‘ગુ’ નો અર્થ અંધકાર અને ‘રૂ’ નો અર્થ અંધકાર દૂર કરનાર થાય છે: ભારતીય સંસ્કૃતિમાં ગુરૂનો ઇતિહાસ આદિકાળથી ચાલ્યો આવે છે

ભારતીય સંસ્કૃતિમાં ગુરૂને ગોવિંદ (ભગવાન) કરતાં પણ વધારે માનવામાં આવે છે. ગુરૂપૂર્ણિમા હિન્દી અને બૌઘ્ધધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. ભગવાન બુઘ્ધે આ દિવસ પ્રથમ ઉપદેશ આપ્યો હતો તેથી તેને બુઘ્ધ પૂર્ણિમાં પણ કહેવાય છે. ગુરૂ મુળ સંસ્કૃત ભાષામાંથી ઉતરેલો શબ્દ છે, ‘ગુ’ નો અર્થ અંધકાર અને ‘રૂ’ નો અર્થ અંધકાર દૂર કરનાર થાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરૂનો ઇતિહાસ પ્રાચિન કાળથી ચાલ્યો આવે છે. આપણી પરંપરા જ ગુરૂ-શિષ્ય વચ્ચેની રહી છે. ભગવાન સુધી પહોચવાનો માર્ગ આપણને ગુરૂ જ બતાવે છે.

ગુરૂપૂર્ણિમાને બુઘ્ધપૂર્ણિમા અને વ્યાસપુર્ણિમા પણ કહેવાય છે 

આપણા જીવનમાં શિક્ષકનું ઘણું માન હોય છે એવી જ રીતે સાચો માર્ગ અને માર્ગદર્શન આપતા માતા-પિતા- ભાઇ-બહેન- વડિલો જેવી કોઇપણ વ્યકિત આપણા માટે આદરણિય જ હોય છે, અને ગુરૂ સમાન હોય છે. અષાઢ મહિનાની પૂર્ણિમાં એટલે ‘ગુરૂ’ નો દિવસ-વેદવ્યાસનો જન્મ પણ આજ દિવસે થયો હતો જેમણે માનવ જાત માટે ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. આ કારણે જ તેમને પ્રથમ ગુરૂ માનવામાં આવે છે. આજના દિવસને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવાય છે.

ગુરૂ પૂર્ણિમાના મહતવ અંગે ગુરૂઓ અને તેમના દ્વારા કરવામાં આવેલી મહેનત, બલિદાન તેમજ શિષ્ય પ્રત્યે સમર્પણને માન આપવામાં આવે છે. એકલવ્યે આપેલી ગુરૂને દક્ષિણાને લીધે તેનું નામ ઇતિહાસમાં અમર થઇ ગયું હતું. આજના દિવસે લોકો વ્હેલ ઉઠી, સ્નાન કરીને ગુરૂના આશીર્વાદ મેળવે છે, પ્રાર્થના કરે છે અને ગુરૂ દક્ષિણા આપે છે. આજનો દિવસ ગુરૂઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ છે. તે આપણા માર્ગદર્શન છે, આપણી દરેક સફળતા ડગલાઓ પાછળ ગુરૂ જવાબદાર હોય છે. પ્રાચિન સમયમાં જયારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા ત્યારે આ દિવસની મહત્તા સાથે શ્રઘ્ધાભાવથી આ પવિત્ર તહેવારની ઉજવણી કરાતી જે આજે પણ ચાલે છે.

આજના ગુરૂઓને આપણા આદિ ગુરૂ વ્યાસજીનાન અંશ માનીને તેની ભકિતભાવથી પૂજન અર્ચન કરીએ છીએ, ગુરૂના આશીર્વાદ જ શિષ્ય માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે. આજે કે જીવનના દરેક પળે વ્યાસજી દ્વારા રચાયેલા ગ્રંથોનું અઘ્યયન મનન કરીને તેમના ઉપદેશોનું પાલન કરવું જોઇએ, આ તહેવારને શ્રઘ્ધાથી મનાવવો જોઇએ, અંધ વિશ્ર્વાસોના આધાર પર નહીં.

ગુરૂ પ્રવેશ દ્વાર છે તેમાં પ્રવેશ કર્યાબાદ બધુ ગુરૂ દ્રષ્ટિથી જોવામાં આવે છે. ગુરૂના સાનિઘ્યને માણીને જીવન વ્યતિત કરવું જોઇએ. તેમની સાથે ભાવનાત્મક રૂપથી જોડાવતો તેનું સાનિઘ્ય ન હોવા છતાં તમને તેનો  અનુભવ થાય તે સાચો ગુરૂ શિષ્ય કહેવાય, ગુરૂકૃપા બહુ મોટી પ્રસાદી છે જે દરેકને મળતી નથી. ભગવાન શ્રીરામ પણ તેમના શિક્ષા ગુરૂ વિશ્ર્વામિત્રની પાસે સંયમ વિનય અને વિવેકથી રહેતા હતા. આરૂણિને ગુરૂકૃપાથી બધા વેદ, શાસ્ત્રો,  પુરાણો વિગેરે વાંચ્યા વગર જ આવડી જતા હતા. દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને ગુરૂ ધારણ કરવા માત્રથી એક લવ્ય ધનુવિદ્યામાં નિપુણતા હાંસલ કરી હતી. સંત કબીર અને ગુરૂ રામાનંદજીના પણ ઘણા પ્રસંગો છે.

ઇતિહાસમાં તો ઘણા ગુરૂભકતો હતા જેમણે પોતાના ગુરૂની સેવામાં જ સાચુ સુખ માનીને તેના ગુરૂના આશીર્વાદથી અમર થઇ ગયા હતા. ગુરૂ પાસેથી સંપૂર્ણ શિક્ષા ગ્રહણ કરીને ઘરે જાય ત્યારે ગુરૂદક્ષિણાનું મહત્વ છે એનો મતલબ કયારેય ધનદૌલત છે જ નહીં આ દિવસે સંત કબીરના શિષ્ય અને ભકિત કાળના સંત ઘીસાદાસનો પણ આજ દિવસે જન્મ થયો હતો. ગુરૂ આપણને અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર છે.

આપણા જીવનનો પ્રથમ ગુરૂ જન્મ અને સંસ્કાર આપનારી માતા છે બાદમાં શિક્ષિત કરનાર શિક્ષક, ગુરૂનું સ્થાન વિશિષ્ય છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે. અને આ જ્ઞાન મેળવવા માટે ગુરૂનું હોવું જરુરી છે. ‘ગુરૂ બિન નહીં જ્ઞાન’ ગુરૂ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ઓશોના મતે ગુરૂનો અર્થ છે એવી મુકત થયેલ ચેતનાઓ જે બિલકુલ બુઘ્ધ અને કૃષ્ણ જેવી છે ગુરૂ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. તેથી તેને આચાર્ય પણ કહેવાય છે. ‘આચાર્ય દેવો ભવ’ ગુરૂનું મહત્વ આપણા પૌરાણિક ગ્રંથોમાં વર્ણવ્યું છે.

ગુરૂની ભૂમિકા ભારતમાં ફકત આઘ્યાત્મ કે ધાર્મિકતા સુધી સીમિત નથી રહી, દેશ પર રાજનિતિક વિપદા આવતા ગુરૂઓએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાયું છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરૂ એ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે તેથી તેનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે.

ગુરૂના વચનો અને ઉપદેશ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે

મોક્ષ પ્રાપ્તિ માટે ગુરૂજીની અસિમ કૃપા જ એક માત્ર ઉપાય બની રહે છે. તેમના વચનો અને ઉપદેશ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક હોય છે. ગુરૂની ભૂમિકા ભારતમાં ફકત આઘ્યાત્મકે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી, દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરૂએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યુ છે. એટલે કે પ્રાચીન સમયથી ગુરૂએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે, તેથી જ ગુરૂનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે.

ગુરૂ પોતાના આચરણ દ્વારા જ શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. તેથી તેને આચાર્ય પણ કહેવાય છે. આચાર્ય દેવો ભવ ગુરૂનું મહાત્મય આપણા પુરાણોએ ખુબ વર્ણવ્યું છે. ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે. ગુરૂ અજ્ઞાનતા દૂર કરીને ધર્મનો સાચો માર્ગ બતાવે છે. ગુરૂમોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.