Abtak Media Google News

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ જાહેર કર્યો પરિપત્રમાં

અબતક, નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે કોમર્શિયલ ફ્લાઈટની અવરજવર પર 28 ફેબ્રુઆરી 2022 સુધી પ્રતિબંઘ લગાવવામાં આવ્યો છે. જો કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવાથી કાર્ગો અને ડીજીસીએ માન્ય ફ્લાઈટ્સ પર કોઈ અસર થશે નહીં.

અગાઉ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 રોગચાળાને કારણે 23 માર્ચ 2020 થી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. જો કે, છેલ્લા જુલાઈ 2020 થી લગભગ 28 દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે.

કોરોના વાયરસની ત્રીજી લહેર અને એરક્રાફ્ટ ફ્યુઅલના ભાવમાં વધારો થતા ચાલુ નાણાકીય વર્ષમાં એરલાઇન કંપનીઓની ખોટ વધીને 20,000 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. ક્રિસિલના અહેવાલ મુજબ, એરલાઇન્સ ચાલુ નાણાકીય વર્ષમાં તેમની અત્યાર સુધીની સૌથી મોટી ખોટ તરફ આગળ વધી રહી છે. આ નુકસાન ગયા નાણાકીય વર્ષમાં લગભગ 13,853 કરોડ હતુ. ઈન્ડિગો, સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા પર આધારિત અહેવાલ મુજબ, જે એકસાથે 75 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો હિસ્સો ધરાવે છે, તે આ નુકસાન નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં ભરપાઈ થઈ જશે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ 82,970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 8,961 કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ દેશમાં દૈનિક પોઝિટિવિટિ દર વધીને 15.13% છે. આથી કોરોના કેસમાં અચનાક ઉછાળો આવતા સરકાર દ્વારા નિયોમોમાં કડકાઈ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.