- બાંગ્લાદેશમાં પાકિસ્તાનવાળી?
- બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉઝ ઝમાનને હટાવવામાં આવી શકે છે
શું બાંગ્લાદેશમાં પાકિસ્તાન વાળી થશે?બાંગ્લાદેશ સેનામાં બળવાની અટકળો ચાલી રહી છે. દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉઝ ઝમાનને હટાવવામાં આવી શકે છે તેવા અહેવાલો સામે આવ્યા છે. કટ્ટરપંથી ઇસ્લામવાદી લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ ફૈઝુર રહેમાન આ યોજનાને અમલમાં મૂકી શકે છે. આ માટે તેઓ વર્તમાન સેના પ્રમુખ ઝમાન વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ષડયંત્રમાં લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ શાહીનુલ હક અને મેજર જનરલ મોહમ્મદ મોઈન ખાનના નામ પણ સામે આવી રહ્યા છે. આર્મી ક્વાર્ટર માસ્ટર જનરલ લેફ્ટનન્ટ મોહમ્મદ ફૈઝુર રહેમાન જનરલ ઝમાનને હટાવીને સેનાની કમાન સંભાળવાનું કાવતરું ઘડી રહ્યા છે. રહેમાન ગયા અઠવાડિયે પાકિસ્તાની એજન્સી આઈએસઆઈના વડાને મળ્યા હતા. રહેમાન પાસે હજુ સુધી સૈનિકોની કમાન નથી, પરંતુ તે સેનામાં સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રહેમાન બાંગ્લાદેશ આર્મીની ગુપ્તચર શાખા, ડિજીઆઇએફ પાસેથી પણ સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી બાંગ્લાદેશમાં ભારે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. બાંગ્લાદેશમાં આવી ઉથલપાથલનો લાંબો ઇતિહાસ રહ્યો છે. બાંગ્લાદેશમાં સૈન્ય સત્તામાં દખલ કરી રહ્યું છે. સેનામાં ચાલી રહેલી હલચલથી રાજકીય વર્તુળોમાં પણ ચિંતા વધી છે. સેનામાં બળવો દેશમાં અસ્થિરતામાં વધુ વધારો કરી શકે છે. આનાથી ભારત અને બાંગ્લાદેશના સંબંધો પર પણ અસર પડી શકે છે. બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે જો રહેમાન ખરેખર બળવાની યોજના બનાવી રહ્યા છે, તો આર્મી ચીફ વકાર ઉઝ ઝમાન આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળશે. બાંગ્લાદેશમાં બીજો લશ્કરી બળવો દેશને એક મહત્વપૂર્ણ તબક્કામાં ધકેલી શકે છે. આવી સ્થિતિમાં, ભારત સહિત ઘણા પડોશી દેશો બાંગ્લાદેશમાં થઈ રહેલા વિકાસ પર નજર રાખી રહ્યા છે.