Abtak Media Google News

માણસાના વતની અને જુનાગઢ ખાતે બી.ઓ.બી. માં ફરજ બજાવતા પ્રૌઢે ઝેર પી જીવન ટુંકાવ્યું: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

14 પાનાની સુસાઇટ નોટમાં ગામના જ શખ્સો દ્વારા ખોટા કેસ, જમીનમાં દબાણ, ઉઘરાણી અને જેલમાં જવાથી ભર્યુ પગલું

જેતપુરના જૂનાગઢ રોડ પર તત્કાલ ચોકડી પાસે એક બંધ કારમાં જૂનાગઢની બીઓબી બેંકના મેનેજરની લાશ મળી હતી. કારમાંથી મળેલ સુસાઇડ નોટમાં પાંચ વ્યક્તિઓના ત્રાસને કારણે પોતે ઝેરી દવા પિયને આપઘાત કર્યાનું લખ્યું છે.

જેતપુરમાં બેન્ક કર્મચારીઓ પર આફત આવી પડી હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ બનાવો નોંધાયા હતાં. જેમાં એક બેન્ક કર્મી. મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ, બાદ બેન્કમાંથી બેંકના જ એક કર્મચારી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત જયારેે બેન્કના મેનેજરે પાંચ શખ્સોને ત્રાસને કારણે આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.જેતપુર શહેરના તત્કાલ ચોકડી પાસે જૂનાગઢ રોડ પર એક બંધ મોટર કારમાં કોઈ પ્રૌઢની લાશ પડી હોવાનું સીટી પોલીસને જાણવા મળ્યું હતું. જેથી સીટી પીઆઇ પી. ડી. દરજી પોતાના સ્ટાફ સાથે બનાવ સ્થળે જઈને કાર ખોલીને તપાસ કરતા એક અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ પડેલ હતો. અને તેની પાસે બે કવર પડેલ હતા. જે પોલીસે કબ્જે લઈ વધુ તપાસ કરતા મૃતકની ઓળખ મળી હતી. મૃતક જૂનાગઢની બેન્ક ઓફ બરોડામાં મેનેજર તરીકે ફરજ નિભાવતા માણસા તાલુકાના વેડા ગામના વતની સંજયભાઈ બળવંતરાય બ્રહ્મભટ્ટ બારોટ ઉવ 53 વાળા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મૃતકના પત્નીને જાણ કરતા તેમની પત્ની પારુલબેન અને પુત્ર સાહિલ જેતપુર આવ્યા હતાં.

મૃતકના પરીવારજનો પાસેથી જાણવા મળતી વિગત મુજબ મૃતક પાસે પોલીસને કવર મળેલ તેમાં એકમાં રાજકોટના ડીવાયએસપી પીરોજીયા સાહેબને ઉદ્દેશીને લખેલ હતું. જેમાં તેમના મોત બાદ તેમને આપઘાત કરવા માટે મજબૂર કરનારને સજા અપાવવામાં પોતાના પરીવારજનોને મદદ કરવાનું લખેલ હતું. જ્યારે એજ કાળા કલરની ડાયરીમાં 14 પેઇજની સુસાઇડ નોટ લખેલ હતી.

સુસાઇટ નોટના આધારે પોલીસે મૃતક સંજયભાઇ બારોટના પત્ની પારૂલબેનની ફરીયાદ પરથી માણસા તાલુકાના વેદા ગામે રહેતો ગૌરાંગ પ્રવિણ બારોટ નામના વકીલ, હાર્દિક હસમુખ બારોટ અને તેનો પિતા હસમુખ અમૃતલાલ બારોટ, તન્ના રૂગનાથ બારોટ અને રાકેશ નરનારાયણ બારોટ સહિતના શખ્સો ના ત્રાસથી આ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.

હાર્દિક બારોટ મૃતકના ભાઇઓને મોબાઇલ ફોનમાં મારી નાખવાની ધમકી આપેલ તેમજ પૈસાનો કોઇ વ્યવહાર નથી છતાં કોરા ચેક મેળવી રૂ. 45 લાખની નોટીસ મોકલી હતી.તેમજ અમારા ખેતરમાં બોર્ડ લગાવાની કાર્યવાહી કરેલી તેમજ મોટા ભાઇને ઝેરી દવા પીવી પડી હતી તેના માટે ઉપરોકત લોકો જવાબદાર છે. વકીલ ગૌરાંગ બારોટે બધાને ઉશ્કેરણી કરી ઠગાઇનો કેસ કરેલો અને બન્ને ભાઇને જેલમાં જતાં જેના આઘાતમાં પિતા બળવંતરાય બારોટનું અવસાન થયેલું.

પિતાના અવસાનથી ગાંધીનગર કોર્ટે તા. 9-10 સુધી વચગાળાના જામીન આપ્યા હતા અને ફરી જેલમાં જવાનું હોવાથી માનસિક યાતના ભોગવવા પડતા મારા પતિએ ઉપરોકત શખસોના ત્રાસથી આ પગલું ભરી લીધાનું સુસાઇટ નોટમાં જણાવ્યું છે.

પોલીસે તમામ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. પી.ડી. દરજી સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.