Abtak Media Google News

વિદેશી અને ખાનગી રોકાણકારોને આવકારતા કેન્દ્ર સરકારના કાયદા સામે બેંક કર્મચારીઓ લાલઘૂમ: નોટબંધીના નિર્ણયનો પણ ઉગ્ર વિરોધ, સૂત્રોચ્ચાર, સ્કૂટર રેલી સહિતના કાર્યક્રમો આપ્યા.

રાષ્ટ્રીયકૃત બેંકોમાં વિદેશી અને ખાનગી રોકાણને આવવા દેવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેના વિરોધમાં અને શ્રમિકોને લગતા કાયદાઓમાં શ્રમિકો વિરોધી સુધારાઓ દાખલ કરવાનાં વિરોધમાં આજે સૌરાષ્ટ્રના ૭ હજાર સહિત દેશભરનાં ૧૦ લાખથી વધુ બેંકનાં કર્મચારીઓએ આજે હડતાલ પાડી સુત્રોચ્ચાર સાથે વિરોધ કરી માંગણીઓ રજૂ કરી હતી એક સાથે લાખો કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા કરોડોના કિલીયરીંગ ખોરાઈ ગયા છે. બેંક કર્મચારીનાં યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ આજે પાડવામા આવી છે. પગાર વધારો, નોટબંધીનો વિરોધ, ગ્રેચ્યુટી સહિતના પ્રશ્ર્નો મુદે શહેરના પરાબજાર ખાતે ૨૦૦-૨૫૦ જેટલા કર્મચારી એકઠા થયા હતા. વિવિધ સુત્રોચ્ચાર દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતા. રાજકોટમાંઅંદાજીત ૪૦૦ કરોડ જેટલો બેંક વ્યવહાર ઠપ્પ થવાની સંભાવનાઓ વ્યકત થઈ રહી છે.

નોટબંધી બાદ લાંબા સમય સુધી બેંકોમાં વધારાના કલાકો કામ કરવા ઉપરાંત લોકોના રોષનો ભોગ બનેલા દેશના ૧૦ લાખ બેંક કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા છે. અમદાવાદમાં બેંક કર્મચારીઓ વધારાના કલાકોના કામકાજ બદલ વળતર સહિતની વિવિધ માગણીઓ સાથે બાઇક રેલી પણ કાઢી હતી.

સરકારે ભ્રષ્ટાચાર દૂર કરવા અને કાળું નાણું બહાર લાવવાના હેતુસર ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ કરી દીધી હતી. રદ કરાયેલી નોટો બેંકોમાં જમા કરાવવા અને નવી ચલણી નોટો મેળવવા માટે બેંકો આગળ લોકોએ લાંબી કતારો લગાવી હતી. તેના લીધે બેંક કર્મચારીઓનું કામ વધી ગયું હતું. આ વધારાના કામના મહેનતાણા સહિતની માંગણીઓ સાથે દેશભરના ૧૦ લાખથી વધુ બેંકકર્મીઓ મંગળવારે એક દિવસની હડતાળ પર ઉતરશે. અમદાવાદ ખાતે મહાગુજરાત બેંક એમ્પલોર્સ એસો. દ્વારા લાલ દરવાજા સેન્ટ્રલ બેંક આગળ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે આ જ મુદ્દે વિરોધ પ્રદર્શન માટે બેંક કર્માચારીઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક સ્કૂટર રેલી કાઢી હતી.બેંક કર્મચારી એસો. દ્વારા આરબીઆઇ દ્વારા કઇ બેંકમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા તેની વિગતો જાહેર કરવાની માગ કરી છે અને તમામ એટીએમમાં પૂરતા પ્રમાણમાં રૂપિયા રિફિલ કરવાની માગ કરવામાં આવી છે. રાજકોટમાં પણ બેન્ક કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર જેવા કાર્યક્રમો આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.