Abtak Media Google News
 મોરબીમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને શિષ્યવૃતિ માટે જીરો બેલેન્સથી ખાતા ખોલી આપવા સરકારી બેંકોએ જ નનૈયો ભણી દેતા ચોકાવનારી દાદાગીરી બાબતે શિક્ષણાધિકારીને ફરિયાદ થવા પામી છે.
જાણવા મળ્યા મુજબ મોરબીની વિવિધ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સરકારી શિષ્યવૃતિ માટે બેંકોમાં જીરો બેલેન્સથી ખાતા ખોલવાની જોગવાઈ હોવા છતાં ઇન્ડિયન બેન્ક, કેનેરા બેન્ક અને સેન્ટ્રલ બેન્ક દ્વારા વિદ્યાર્થીઓના ખાતા ખોલવા માટે ફરજીયાત પણે રૂ.૧૦૦૦ કે રૂ.૨૦૦૦ જમા કરાવે તો જ ખાતા ખોલી આપશું તેમ જણાવી દાદાગીરી કરતા  આ મામલે શાળાના આચાર્ય દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં એવો છે.
વધુમાં નેશનલ હાઇવે પર આવેલી કેનેરા બેંકે તો હદ વટાવી શાળાના પ્રિન્સિપાલને સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે જો શાળાના શિક્ષકોના એકાઉન્ટ અહીં ખોલો તો જ બાળકોના ખાતા ખોલશું.
આમ, બેંકોની દાદાગીરી મામલે શાળાના આચાર્ય દ્વારા શિક્ષણાધિકારીને લેખિત સ્વરૂપે ફરિયાદ કરવામાં આવતા હોવી દાદાગીરી આચરનાર બેન્ક મેનેજરો સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.