Abtak Media Google News

જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે, જેમાં તમામ ખાનગી અને સરકારી બેંકો અડધોઅડધ દિવસ બંધ રહેવાની છે. ચાલુ માસ દરમ્યાન કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે આવતા અઠવાડિયે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે, તો રજાઓને ધ્યાનમાં રાખીને તમારા બેંકના કાર્ય કરવાના રહેશે અન્યથા ધરમના ધક્કા થઈ શકે છે.

6 દિવસ સાપ્તાહિક રજા અને તહેવારોને કારણે અન્ય 9 દિવસ એમ કુલ 15 દિવસ બેંકોમાં રજા રહેશે 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જારી કરેલા બેંકિંગ રજા કેલેન્ડર મુજબ, જુલાઈમાં 6 દિવસ રવિવાર અને બીજો તેમજ ચોથા શનિવારને કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે. આ સિવાયના અન્ય 9 દિવસ પણ બેંક બંધ રહેશે. જો કે, આ અન્ય રજાઓ સમગ્ર દેશમાં એક સાથે નહીં હોય, પરંતુ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રહેશે. આ પ્રકારે કુલ 15 દિવસ બેંકના કામકાજ બંધ રહેશે. તો આવો જાણીએ ક્યાં અને ક્યારે બેંક બંધ રહેશે.

જુલાઈ 2021માં બેંકની રજાઓ

  • 12 જુલાઈ – કાંગ (રથયાત્રા)/ રથયાત્રા-ભુવનેશ્વર અને ઇમ્ફાલ.
  • 13 જુલાઈ – ભાનુ જયંતિ- ગંગટોક.
  • 14 જુલાઈ – દ્રુપકા જયંતી- ગંગટોક.
  • 16 જુલાઈ – હરેલા- દહેરાદૂન.
  • 17 જુલાઈ – યુ તિરોટસિંઘ દિવસ / ખર્ચી પૂજા – અગરતલા / શિલાંગ.
  • 19 જુલાઈ – ગુરુ રિંપોચેના થુંગકર શેચુ – ગંગટોક.
  • 20 જુલાઈ – બકરીદ – જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમ.
  • 21 જુલાઈ – બકરીદ (ઈદ-ઉલ-ઝુહા) – આઇઝૌલ, ભુવનેશ્વર, ગંગટોક, કોચી અને રુવનંતપુરમ સિવાય તમામ જગ્યાએ બેંકો બંધ રહશે.
  • 31 જુલાઈ – કેર પૂજા- અગરતલા.

જુલાઈમાં બેંકોની સાપ્તાહિક રજા

  • 4 જુલાઈ – રવિવાર.
  • 10 જુલાઈ – મહિનાનો બીજો શનિવાર.
  • 11 જુલાઈ – રવિવાર.
  • 18 જુલાઈ – રવિવાર.
  • 24 જુલાઈ – મહિનાનો ચોથો શનિવાર.
  • 25 જુલાઈ – રવિવાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.