Abtak Media Google News

હવે જ્યારે તમે ATM માંથી રોકડ ઉપાડવા જશો અને તેમાં NO CASH લખેલું મળશે, તો સમજી લો કે હવે તે બેંક દંડ ફટકારવામાં આવશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેંકો અને વ્હાઈટ લેબલ ATM ઓપરેટરોને એવી મજબૂત સિસ્ટમ લગાવવા માટે કહ્યું છે કે જે એટીએમમાં રોકડની ઉપલબ્ધતાનું નિરીક્ષણ કરવામાં મદદ કરે અને રોકડ રકમ પૂરી થવાની છે તે પરિસ્થિતિને ટાળવા માટે અને સમયસર રકમની ATMમાં મદદરૂપ થઈ શકે.

RBI એ બેંકો માટે જારી કર્યો આદેશ 

એટલું જ નહીં, રિઝર્વ બેંકે આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા માટે બેંકોને દંડ ફટકારવાની જોગવાઈ પણ કરી છે. RBIએ ‘ATMની ભરપાઈ ન કરવા માટે “દંડની યોજના” રજૂ’ કરી છે. જે 1 ઓક્ટોબર, 2021 થી અમલમાં આવશે. આ નિયમ મુજબ, કોઈપણ બેંક અને વ્હાઈટ એટીએમ ઓપરેટર જે નિર્ધારિત સમય કરતા વધુ સમય માટે ‘કેશ આઉટ’ ની સ્થિતિમાં રહેશે તેને દંડ કરવામાં આવશે.

એટીએમ દીઠ 10,000 રૂપિયા સુધીનો દંડ

રિઝર્વ બેંકની સૂચના અનુસાર, ‘જો કોઈ એક મહિનામાં 10 કલાકથી વધુ સમય માટે ATM માં રોકડ ન હોય તો તે સંબંધિત બેંકો પર દંડ લાદશે’. આ વ્યવસ્થા 1 ઓક્ટોબર, 2021 થી અમલમાં આવશે RBIએ જારી કરેલી સૂચનાઓમાં જણાવ્યું હતું કે ATMમાં રોકડ ન નાખવા બદલ દંડ લાદવાની વ્યવસ્થાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોકોની સુવિધા માટે એટીએમમાં પૂરતા ભંડોળ ઉપલબ્ધ થાય. RBIએ કહ્યું કે “જો એટીએમમાં ચોક્કસ સમય સુધી રોકડ હશે નહીં તો હોય તો બેંકો પર ATM દીઠ રૂ .10 હજારનો દંડ કરવામાં આવશે.

રિઝર્વ બેંકના આદેશ અનુસાર, જ્યાં સુધી વ્હાઇટ લેબલ એટીએમની વાત છે, આ કિસ્સામાં જે બેંક તેના સંબંધિત એટીએમમાં રોકડની સપ્લાય પૂરી કરે છે તેના પર દંડ વસૂલવામાં આવશે. વ્હાઇટ લેબલ એટીએમ બિન-બેંક સંસ્થાઓ દ્વારા સંચાલિત થાય છે. બેંક વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર પાસેથી દંડની રકમ એકત્રિત કરી શકે છે.

બેંકોએ સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે

રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે બેન્કોએ ATM ના ડાઉનટાઇમ પર સિસ્ટમ જનરેટેડ સ્ટેટમેન્ટ RBI ના ‘ઇશ્યૂ ડિપાર્ટમેન્ટ’ પાસે રોકડ ઉપલબ્ધ ન હોવાને કારણ રજૂ કરવું પડશે, જેના અધિકારક્ષેત્ર હેઠળ ATM સ્થિત છે. વ્હાઇટ-લેબલ એટીએમ એ ઓપરેટરો માટે, જેઓ તેમની રોકડ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેંકો પર આધાર રાખે છે, બેંકોએ રોકડની ગેરહાજરીને કારણે આવા એટીએમમાંથી કેશ-આઉટ પર અલગ સ્ટેટમેન્ટ આપવું પડશે. રિઝર્વ બેંકે કહ્યું કે, દર મહિને આવા નિવેદનો આવતા મહિનાના પાંચ દિવસની અંદર કરવામાં આવશે, એટલે કે ઓક્ટોબર 2021 મહિના માટેનું પ્રથમ આવું નિવેદન 05 નવેમ્બર, 2021 ના રોજ અથવા તે પહેલા સંબંધિત વિભાગને રજૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.