BAPS સ્વામીનારાયણ મંદિરે દિવ્ય દિપોત્સવ પર્વ ઉજવાયો

1500થી વધુ વેપારીઓએ વૈદિક પૂજનવિધિ તથા ચોપડા પૂજનનો લાભ લીધો

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે કાલાવડ રોડ પરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસરને સુંદર દીવડા, તોરણ તેમજ કલાત્મક રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યું છે. એમાં પણ મંદિર પરિસરમાં આ વર્ષે ડીસેમ્બર મહિનામાં અમદાવાદ ખાતે યોજાનાર ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનાંઆકર્ષણોનીપ્રતિકાત્મકપ્રસ્તુતિ અને વિશાળ સેલ્ફીસ્પોટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

આજેદિવાળીના દિવસે  પ્રમુખસ્વામી સભાગૃહમાં વૈદિક ચોપડાપૂજનવિધિયોજવામાં આવી હતી. જેમાં રાજકોટ મંદિરનાં કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને સંતોએ1500થી અધિક ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓને વૈદિક પૂજનવિધિમાં જોડ્યા હતા.અંતમાં પૂ.અપૂર્વમુનિ સ્વામી દ્વારા તમામ હરિભક્તોનેપુજાપાનાપાના પર આશીર્વચનનું લેખન કરાવવામાં આવ્યું હતું વિક્રમ સંવત 2078ની દિવાળીની અંતિમ સંધ્યાએ મંદિર પર ઠાકોરજી સમક્ષ ભવ્ય કલાત્મક દિવડાઓની રંગોળી રચવામાં આવશે.

નૂતન વર્ષે અન્નકૂટ ઉત્સવમાંરાજકોટના તમામ શહેરીજનોને પરિવાર-મિત્રજનો સહિત દર્શન-આશીર્વાદનો લાભ લેવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર વતી કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામીએ હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.