Abtak Media Google News

રથયાત્રા એટલે જીવનયાત્રામાં દેહરૂપી રથની લગામમને પ્રભુના હાથે સોંપવાનું પર્વ

પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ૯૮માં જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે

પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે દિવ્યતાપૂર્વક ઉજવાશે સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટમાં વિવિધ સામાજીક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જે અંતર્ગત તાજેતરમાં રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા રથયાત્રાનો ઉત્સવ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. અષાઢીજ તરીકે પ્રચલીત રથયાત્રાનો ઉત્સવ સમગ્ર ભારતભરમાં ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાય છે. જેને રથયાત્રાનો ઉત્સવ પણ કહે છે. ભારતમાં આ ઉત્સવ જગન્નાથપુરીમાં મોટાપાયે ઉજવાય છે. રથયાત્રાના ઉત્સવનો ઈતિહાસ જ જગન્નાથપૂરી સાથે સંકળાયેલો છે. સેવા, ભકિત અને સમર્પણ જેવા અનેક સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો, હૃદય મન અને શરીર સાથેબુધ્ધિને પણ પ્રભુસેવાનું માધ્યમ બનાવવાનો મર્મ સમજાવતો આ ઉત્સવ અનેક ઈતિહાસ પૂરાણ કથાઓથી ગોરવાન્વિત બન્યો છે.

ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના યુધ્ધ સમયે અર્જુનના રથના સારથી બન્યા એ રથયાત્રાનો અત્યંત પ્રેરક પ્રસંગ છે જેણે પરમાત્માના હાથમાં લગામ સોંપી હોય તેનો અવશ્ય વિજય થાય છે. એવું આ ઉત્સવનું રહસ્યા છે.

પૂ. પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા પ્રત્યેક ઉત્સવને અનેક ભકતો સાથે ભવ્યતાથી ઉજવ્યા છે. એજ પરંપરામાં પૂ. મહંતસ્વામી મહારાજની હાજરીમાં સારંભપૂર ખાતે રથયાત્રાનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો.

રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા શનિવારે રથયાત્રાનો ઉત્સવ ઉલ્લાસભેર ઉજવવામા આવ્યો હતો. જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમ ગેહલોત તેમજ જોઈન્ટ પોલીસ કમિશ્નર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સંતોની સાથે તેઓએ પણ ભગવાનને પધરાવેલ રથને વિહાર કરાવવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ રથયાત્રા મંદિરેથી નીકળી અક્ષરમાર્ગ, અમીનમાર્ગ, અમીનમાર્ગ, કોટેચા સર્કલ થઈ સાંજે ૬.૩૦ વાગ્યે મંદિરે વિરામ પામી હતી. મંદિરના પ્રાંગણમાં ઠાકોરજીને રથમાં બેસાડી વિહાર કરાવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભકતોએ લાભ પ્રાપ્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.