કોંગ્રેસને ચૂંટણીની રણનીતિ પ્રશાંત કિશોરને સોંપવા બાપુની હિમાયત

sankar sinh vaghela | congress | government
sankar sinh vaghela | congress | government

શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર કુકરી ગાંડી કરી

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નવો મુદ્દો ઉછાળ્યો છે. બે દિવસ પહેલાં જ પોતે મુખ્યપ્રધાન પદના ઉમેદવારની રેસમાં ની એમ કહી કોંગ્રેસમાં કેટલાક સમયી મુખ્યપ્રધાન પદના ઉમેદવારને લઇને ઊભા યેલા બવંડરને ઠારવાનો પ્રયાસ કરનાર વાઘેલાએ હવે હાઇકમાન્ડને સૂચન કર્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસના વિજય માટે ચૂંટણીની રણનીતિ પ્રશાંત કિશોર જેવા નિવડેલા રણનીતિકારને સોંપવી જોઇએ.

પ્રશાંત કિશોર એ એક વ્યવસાયિક ક્ધસલ્ટન્ટ છે અને તેમને પ્રમ નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીમાં અજમાવ્યા હતા. કિશોરની ટીમ જે તે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મતદારો, જનતાના મુડનું આકલન કરીને ચૂંટણી માટેની રણનીતિ કેવી રીતે ગોઠવવામાં નેતાઓને મદદ કરતા હોય છે.

વિરોધપક્ષના નેતા જનહિતના મુદ્દે ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરવા અને ધારદાર ઉચ્ચારણો માટે જાણીતા છે, પરંતુ તેમણે ગઇકાલે રાત્રે કુલ પાંચ અલગ અલગ ટ્વીટ કરીને એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે, ગુજરાતમાં ભાજપના ૨૨ વર્ષના ભ્રષ્ટ અને નબળા શાસની જનતા હવે ત્રાસી છે, ભાજપે ગુજરાતને રીતસર લૂંટી લીધું છે ત્યારે તેને હરાવવો કોઇ મુશ્કેલ ની. ઘણાં લોકોએ મન બનાવી લીધું છે અને તેવા સંજોગોમાં પ્રશાંત કિશોરનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે.