Abtak Media Google News

નાના હતા ત્યારે ભણવામાં આવતું કે કેરળમાં વરસાદ બાદ મુંબઇમાં વરસાદ આવે એટલે આપણા ગુજરાતમાં વરસાદ આવે એ નક્કી હતું. જૂનના પ્રથમ વિકે આગમન થયા આપણે 16મી જૂન આસપાસ કે ભીમ અગિયારસે વરસાદી આગમને ‘વાવણી’ થતી. આવુ વર્ષોને વર્ષ ચાલ્યુ પણ છેલ્લા દોઢ દાયકામાં પર્યાવરણને નુકશાન થતાં વાતાવરણ બદલાય ગયું છે. વૃક્ષો વાવોને વરસાદ લાવો. આવા સ્લોગન શાળાનાં છાત્રો રેલી કાઢીને બોલે છે. 1949માં આવેલી બરસાત ફિલ્મનું ટાઇટલ સોંગ ચોમાસાના માહોલમાં જરૂર યાદ આવે છે.

ભૂતકાળમાં પડતા ધોધમાર વરસાદ અને આજે ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રના બદલાવના કારણે વરસાદમાં ફેર છે વરસાદી માહોલ બાળકથી મોટેરાને ગમે છે. યુવા હૈયારઓ ઝરમર વરસાદે પણ
રોમેન્ટીક આનંદ અનુભવે છે

Rain 8  આપણા એક વરસનાં બાર મહિનામાં ચાર માસની એક ઋતુમાં શિયાળા, ઉનાળો અને ચોમાસું હોય છે. ઠંડી બાદ ગરમીને પછી વરસાદી ઝરમરની મૌસમ. ઋતુ ચક્રો સાથે આપણે ખોરાકને પોશાક પણ બદલીએ છીએ. શિયાળો શરીરની તાકાત વધારવા તો ઉનાળો ખુલ્લામાં ઠંડા પવને અગાસીમાં સુવાનો આનંદ સાથે ચોમાસામાં હરિયાળી સાથે ધરતી પુત્રોના પાકના વાવેતારની મૌસમ હોય છે.

બધી ઋતુમાં કુદરતી વાતાવરણ હોય છે પણ ચોમાસું એક જ એવી ઋતું છે જેમાં કુદરતને નજીકથી માણવાનો સુનહરો અવસર પ્રદાન કરે છે. ભૂતકાળમાં પડતા ધોધમાર વરસાદ અને આજે ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુ ચક્રના બદલાવથી વરસાદની ખેંચ જોવા મળી રહી છે ત્યારે આમને આમ આપણે પર્યાવરણને નુકશાન કરતાં રહીશું આપણી ભાવી પેઢીને વરસાદ કેવા પડતા તેનો વિડિયો બતાવવો પડશે. આ ઋતુમાં બાળથી મોટેરા વરસાદી માહોલમાં પૂર્ણ આનંદ માણતા જોવા મળે છે. યુવા હૈયાઓ ચોમાસાના પ્રથમ વરસાદે રોમેન્ટીક વાતાવરણમાં રંગાઇ જાય છે.

Rain 7

આપણી ફિલ્મોમાં ‘વર્ષારાણી’ને બહુ જ મહત્વ આપ્યું છે. જૂની કે નવી ફિલ્મોમાં વરસાદી દ્રશ્યો-ગીતો અચૂક હોય જ છે. “રીમઝીમ-ગીર સાવન” જેવા અનેક ફિલ્મો આજે પણ વરસાદી માહોલમાં સાંભળવા મળી જાય છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં ચોમાસોનો જલ્વો કંઇ ઔર જ હોય છે. દાયકાઓ પહેલા જ્યારે  ડામર રોડ ન હતા ત્યારે “ખુંચામણી” રમતાં જેમાં નાનકડો અણી વાળો સળીયો જમીનમાં ખુંચાડ વટનો હોય છે. આ રમત આજના લગભગ બધા વડીલો રમ્યા હશે જ. નાનકડા બાળકો કાગળની હોડી બનાવીને શેરીમાં વહેતા પાણીમાં તરતી મૂકે ત્યાર નો આનંદ લાખેણો હતો.

મોરનો ‘મેંઆઉ’ના અવાજનો રણકાર સાથે કાળા ડિંબાગ વાદળા સાથે વાતાવરણમાં પલ્ટોને ઠંડા પવન સાથે માટીની મીઠી સુંગધ જ તેના આગમનની છડી પોકારની હતી. આચાર માસી ચોમાસાના વરસાદે બાકીના 8 માસ ચાલે તેટલું પાણી આપણને કુદરત જ આપે છે. નદી, તળાવો, ડેમ, સરોવરો, છલોછલ ભરાઇ જાય ત્યારે તેને જોતા જ માનવીના હૈયા ખીલી ઉઠે છે. આ ચાર મહિના કુદરતના સાંનિધ્યમાં રહેવાનો અવસર છે. ચોમેર દિશાએ ખીલેલી હરિયાળી સાથે પક્ષીઓનો મીઠો કલરવ ધરતી પર સ્વર્ગ ખડું કરે છે.

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ.

આપણાં કવિઓ, સાહિત્યકારો, લેખકો કે કલાકારોને બધી ઋતુમાં ચોમાસું બહું જ વ્હાલું લાગે છે. આ ઋતુમાાં સૌથી વધુ લખાય છે, ગુજરાતીઓનો વરસાદ જોઇને ભાવુક થઇ જાય છે. નાનપણમાં તો વરસાદ એટલે ઘરમાંથી સીધું બહાર દોડી જવું ને આખી શેરીમાં દોડતા ને પલળતા જ ‘ઉની-ઉની રોટલીને કારેલાનું શાક…. આવરે વરસાદ, ઘેબરીયો પરસાંદ’ જેવા ગીતો બાળકોના હૃદયમાંથી નીકળી પડતા હતાં. ખરેખર આ દિવસો જ અદ્ભૂત હતાં.

Rain 4 1

ધરતી પુત્રો માટે સારા વરસાદે આશાઓ અને મોટેરાઓ ‘આવ મહારાજ આવ’ કહીને વરસ સારૂ જાય તેવી આશાઓ રાખે છે તો યુવા હૈયાઓ માટે આ વરસાદ પ્રેમ અને રોમાન્સનું માધ્યમ બની જાય છે. ચોમાસાની સિઝનમાં ગુજરાતીઓને તીખા-તમતમતા ભજીયાનો ચસ્કો લાગી જાય છે. જો કે ઠંડા વાતાવરણમાં જઠરાગ્નિ ગરમ ખોરાક ખાવાની ઇચ્છાઓ કરે છે. ઝરમર, મુશળધાર, સાંબેલાધાર, અનરાધાર જેવા વરસાદના વિવિધ પ્રકારો છે. જે તેની પડવાની વાત કરે છે.

ચોમાસાની મોસમ ઉપર કુદરતની મહેર થાય તો જ માનવીના જીવનની તમામ બાબતોમાં તે સારા વર્ષને કારણે અસર થતી હોવાથી સારા ચોમાસા બાદ બધા જ સારા વાના થઇ જાય છે. દરેક માનવીને વર્ષાઋતુમાં સૌર્દ્ય માણવાની ઉત્તમ પળ મળે છે. ઝરમર વરસાદમાં વૃક્ષો લહેરાતા જોવા એ ધરતી ઉપર સ્વર્ગ સમાન હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમીને પછી ચોમાસાનો માહોલ  જામેને વરસાદ આવે ત્યારે સૌના હૈયા હરખાઇ ઉઠે છે.

Rain 5

તૂટી-ફૂટી ઝુંપડીમાં રહેતો સાવ ગરીબ માણસ કે વૈભવી બંગલામાં રહતે ધનીક આ બંને ચોમાસાનાં રંગે રંગાઇને એક સરખો આનંદ માણે છે. પહેલા તો નેવામાંથી પાણીના ધારોળા પડે તે તેની નીચે ઉભા રહીને પલળવાની મઝા જ કંઇ ઔર હતી. આજે આવો લાખેણા આનંદ ક્યાંય જોવા મળતો નથી, ભાગ દોડ વાળી ઝીંદગીમાં રેઇન કોટ કે છત્રીની ઓથે પલળ્યા વગર જ ચોમાસું પસાર થઇ જાય છે. ગાય, બકરી, જેવા ચો પગા પ્રાણી મકાનની સાથે વરસાદથી બધે છે તો પક્ષીઓ વરસાદી માહોલમાં છમછમ પલળીને વધુ ઉજળા બને છે. આજના બાળકો બારીમાંથી શેરીનો વરસાદ જોઇને ચોમાસાનું શિક્ષણ મેળવે છે ત્યારે ઘણા બાળકો કુદરતનાં ખોળે જઇને તેને માણતાં પણ જોવા મળે છે.

વરસાદી માહોલ જામે ને ચારે તરફ વનરાઇ ખીલી ઉઠે સાથે પંખીઓનો કલરવ ગુંજી ઉઠે છે. ગરમીથી અકળાયેલા લોકોમાં ઠંડકનો શ્ર્વાસ ઘૂંટાય છે. વરસાદમાં ભીંજાવાની, પલળવાની અને તેના ફોરા-કરા-પછેડીયા-નેવાધાર-અનરાધાર-મોલ મેહ-મૂશળધાર-ઢેફાભાંગ-હેલી-પાણ મેહ જેવા છે.

Rain 6

વરસાદી ઋતુમાં રોગોનું જોખમ વધુ

ચોમાસાના આગમને વિવિધ રોગોનું જોખમ વધે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી પાચક શક્તિ ન બળી પડે છે. રોગો સામે લડવાની શક્તિ પણ નબળી પડે છે. આ વાતાવરણમાં બાળકોમાં મૌસમી રોગોનો વ્યાપ વધે છે કારણ કે તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે.

Rain 2 1

આ વાતાવરણમાં ભેજને કારણે મચ્છર-બેક્ટેરીયા મોટા ભાગે વધતા હોવાથી રોગ ચાળો વકરે છે. આ ઋતુમાં ઘરની આસપાસ વાતાવરણ ચોખ્ખું રાખવું જરૂરી છે, રસ્તામાં ભરાતા ગંદકીવાળા પાણી પણ આપણાં સ્વાસ્થ્યને નુકશાન કરે છે. બાળકોને ઝાડા-ઉલ્ટી કે શરદી-તાવની સમસ્યા આ ચોમાસાની ઋતુમાં વધુ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.