Abtak Media Google News

જાણો તમારી જન્મ તારીખ પ્રમાણે સપ્ટેમ્બર મહિનાનો કેવો રહેશે. ન્યુમેરોલિજિસ્ટ પિનાકી મિશ્રાનું કહેવુ છે કે જેમનો જન્મ ૩,૧૨,૨૧ અને ૩૦ તારીખે થયો છે. તેમના માટે આ મહિનો ઘણો સારો રહેશે. જન્માંક મેળવવાનું ઉદાહરણ : ધારો કે જન્મ તારીખ ૧૫ છે તો ૧+૫ = ૬  અને ૨૫નું મુળાંક ૨+૫=૭ થશે.

મૂળાંક : ૧

પ્રબળ ઇચ્છા શક્તિ અને માનસિક એકાગ્રતાના બળ પર આ મહિનાના પ્રારંભિક દિવસોમાં એટલે કે ૧૫ સપ્ટેમ્બર સુધી તમારા કર્મ ચરસ સીમા પર હશે. ફળ સ્વ‚પ ૧૫ દિવસના અથાગ પરિવર્તન પછી ૧૫ દિવસ જબરજસ્ત રીતે તમારા પરિવાર અને મિત્રો સાથે જીવનની મજા માણવા મળશે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશેે. મહિનાના ચાર ગુરુવાર વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. આ મહિનાની સકારાત્મક ઉર્જાને જાગૃત રાખવામાં સહાય‚પ સાબિત થશે.

મૂળાંક : ૨

જીવનની રચનાત્મકતા જળવાઇ રહેશે કરિયરની દ્રષ્ટિએ નોકરી અને વ્યવસાય કરતા લોકોએ તેમના અનુભવીઓથી થોડુ સહન કરવુ પડશે. પતિ અને પત્નીના સંબંધોમાં તણાવ આવ્યો હોય તો સમાધાન લાવવુ જ‚રી છે. નહી તો તમે કોઇ મોટા લાભથી વંચિત રહી જશો.

મૂળાંક : ૩

તમારા વિચારો તમને અચંભિત કરી દેશે. વિચારોની આ પ્રબળતા આખો મહિનો તમારે પરેશાન કરશે. વિચારોની આ વ્યાપક પ્રભાવના કારણે તમને કોઇ મોટા કાર્યો કરવા માટે પ્રેરિત થશે. કાર્ય યોજનાઓ બનાવવામાં માનસિક રીતે વ્યસ્ત રહેશો. નોકરી પરિવર્તન અને પ્રોન્નતિનું સાબિત થઇ શકે છે.

મૂળાંક : ૪

મહિનાના પ્રથમ અઠવાડિયામાં એક મોટી સફળતા તમારા હાથમાં આવશે. આ સફળતા દાપંત્ય જીવનની દશા અને દિશા બંને તે બદલી નાખશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનાના અંતિમ પંદર દિવસ મોજ-મસ્તીવાળા રહેશે.

મૂળાંક :૫

ભાવનાત્મક નિર્ણય અને ભાવનાત્મક આવેશમાં આવીને આ મહિનામં કોઇ નિર્ણય લેશો નહી. અને કોઇ નવા કાર્યની શ‚આત પણ ન કરો. મજબુત માનસિક સ્થિતિ સાથે આગળ વધો મજબુત માનસિક સ્થિતિ સાથે આગળ વધો અને દિલની જગ્યાએ મગજથી કામ લો.

મૂળાંક : ૬

આપની વાણી અને તમારા ગુસ્સા પર આખો મહિનો કાબુ રાખજો તમારી વાણી આ મહિનો તમારા મિત્રો સાથે પણ ખટપટ કરાવી શકે છે. ધ્યાન અને પ્રાણાયામ જેવા યૌગિક ઉપાય તમારા સ્વાસ્થ્ય અને તમારાી માનસિક શાંતિ માટે જરૂરી છે.

મૂળાંક :૭

માનસિક વિચલિન અને વિકેન્દ્રીકરણ તમને તમારા કાર્યક્ષેત્રનથી હટાવવાની કોશિશ કરશે, સાવધાન રહો ૧૫ સપ્ટેમ્બર પછી ધીરે ધીરે સમય તમારા માટે અનુકુળ થતો જશે.

મૂળાંક-૮

આ અંકના જાતકો આખો મહિનો ખુશખુશાલ રહેશે અને જીવનને ભરપુર માણશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ મળશે. અને જુની તમામ સમસ્યાઓ તેમના સહયોગથી ખતમ થતી જશે. કમ્પ્યુટર, સોફ્ટવેર અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થતા નજર આવશે.

મૂળાંક – ૯

બગડેલા કામ આ મહિને સામાન્ય થઇ જશે નવા લોકો સાથે સંપર્કમાં આવવાથી રસ્તા ખુલશે. ૧૫થી૨૧ તારીખ વચ્ચેનો સમય સૌથી વિશે અનુકુળ સાબિત થશે આ મહિનાની પૂર્ણિમાતિથિને સત્યાનારાયણ સ્વામીની કથાથી વિશેષ લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.