રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરને આપઘાત કરવા મજબુર કરનાર “હરામી” જૂનાગઢના નીકળ્યા

નવાગામમાં ચાલતા રસ્તાના કામ બાબતે દેવાયેલી ધમકી કારણભૂત હોવાનનો ઘટસ્ફોટ

મધુરમ ક્ધસ્ટ્રક્શનના ઇજનેર અને સુપરવાઈઝર સામે નોંધાતો ગુનો

અબતક,રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ઇજનેર પરેશભાઇ જોષીએ ન્યારી ડેમમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, ઇજનેરને માર ખવડાવવાની ધમકી મળતી હતી અને આપઘાત કરતા પૂર્વે પણ ઇજનેર સાથે જૂનાગઢના મધુરમ ક્ધસ્ટ્રક્શનના એન્જિનિયર હાર્દિક ચંદારાણાએ ફોન કરી ધમકાવ્યાના પોલીસને પુરાવા મળતા અને મૃતકની પત્નીની ફરિયાદ પરથી પોલીસે જૂનાગઢના “હરામી” હાર્દિક ચંદારાણા અને સુપરવાઈઝર મયુર જગદીશ ઘોડાસરા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ મનપાના ઇજનેર પરેશભાઇ ચંદ્રકાંતભાઇ જોષી (ઉ.વ.50)એ આપઘાત કરી લેતા મહાનગરપાલિકામાં ચકચારી કિસ્સો બની ગયો હતો. પરેશભાઇએ આપઘાત કર્યો તે પહેલા ફોન પર કોઇની સાથે જોરજોરથી વાતચીત કરતા હતા, પોલીસે મૃતકના મોબાઇલની કોલ ડિટેઇલ પર તપાસ કરતાં પરેશભાઇ સાથે છેલ્લે જૂનાગઢની મધુરમ ક્ધસ્ટ્રક્શન નામની કોન્ટ્રાક્ટ એજન્સીના એન્જિનિયર હાર્દિક ચંદારાણાએ વાત કર્યાનો ખુલાસો થયો હતો.

રાજકોટના નવાગામમાં ચાલી રહેલા સીસીરોડના કામનો કોન્ટ્રાક્ટ મધુરમ ક્ધસ્ટ્રક્શન પાસે છે અને પરેશભાઇ જ્યારે જ્યારે રોડના કામના સેમ્પલ લેતા હતા ત્યારે તેમને માર ખવડાવવાની ધમકી મળતી હતી અને ઉપરી અધિકારી પણ ધમકાવતા હતા. પરેશભાઇના આપઘાત બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં બિલના મામલે એન્જિનિયર હાર્દિક ચંદારાણાએ ફોન કરી ધમકી આપ્યાના પોલીસને પુરાવા મળતાં પોલીસે આ અંગે હાર્દિક ચંદારાણા અને સુપરવાઈઝર મયુર ઘોડાસરા સામે મોડીરાત્રે ગુનો નોંધી અને વધુ કાર્યવહી હાથ ધરી છે.

મૃતકની પત્ની મિલિબેન જોશીએ જણાવ્યું હતું કે,27 ડિસેમ્બરે તેના પતિ ઘરે આવ્યા ત્યારે પરેશાન અને માનસિક ચિંતિત દેખાતા હતા.આ અંગે તેને પૂછતાં પતિએ જણાવ્યું હતું કે જૂનાગઢની મધુરમ ક્ધસ્ટ્રક્શનના એન્જિનિયર હાર્દિક ચંદારાણા અને મયુર ઘોડાસરા નવાગામમાં ચાલતા રોડના કામ અંગે ત્રાસ આપતા હતા અને ગામજનો પાસે માર ખવડાવાની ધમકી આપતા હતા જેથી કંટાળીને તેને આપઘાત કર્યો હોવાનું જાણવા મળતા પોલીસે બંને સામે આઈપીસીની કલમ 306 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.