Abtak Media Google News

ચોમાસાના કારણે દરિયો તોફાની હોવાથી નિર્ણય લેવાયો: જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

ગુજરાતીઓના સૌથી ફેવરિટ બીચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દ્વારકાના શિવરાજપુર બીચ પર 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી સ્નાન કરવાની મનાઈ ફરમાવાઈ છે. મહત્વનું છે કે, ચોમાસાના કારણે દરિયો તોફાની હોવાથી આ નિર્ણય લેવાયો. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી બહારથી આવતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે.

દ્વારકાજિલ્લા કલેક્ટરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં શિવરાજપુર બીચ ખાતે 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી ન્હાવાની મનાઈ ફરમાવાઈ છે. મહત્વનું છે કે, મોન્સૂન સીઝનના કારણે દરિયો તોફાની હોવાથી બહારથી આવતા ટુરિસ્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.

દ્વારકામાં આવેલ જગપ્રખ્યાત શિવરાજપુર બીચ પર હવે ત્રણ મહિના ન્હાવાની બધીજ એક્ટિવિટી બંધ રહેશે. મહત્વનું છે કે, જાહેરનામામાં શિવરાજપુરબીચના 5 કિમિ વિસ્તારમાં ન્હાવા અને સ્વિમિંગ કરવા પર ત્રણ મહિના સુધી યાત્રિકો માટે મનાઈ રહેશે. જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

ભારતે દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે, ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જેમાંથી 2 બીચ ગુજરાતના છે. એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

દુનિયાના બ્લુ ફ્લેગ બીચો ધરવતા દેશોમાં ભારતે 8 બ્લુ ફ્લેગ બીચ સાથે સ્થાન મેળવી લીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.