Abtak Media Google News

થોડા સમય પહેલા જ પબજીનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારે જ Battlegrounds Mobile India દ્વારા આ જ સપ્તાહ માં લોન્ચ થવા જઈ રહી છે પબજી . Battlegrounds Mobile India ને લઇ નવા-નવા અપડેટ સામે આવી રહ્યા છે, જાણકારી અનુસાર આ જ સપ્તાહમાં લોન્ચ થવા જઈ રહી છે ગેમ ત્યારે પબજી રસિકો માટે આતુરતાનો અંત છે જેની ઘણા સમયથી રાહ જોવાય રહી હતી તે હવે લોન્ચ થવા જઈ રહી છે.

karakin mapઆ ગેમમાં ઘણા નવા ફીચર્સ અપડેટ કરવામાં આવી રહ્યા છે જેમાં ગેમ માં મેપ છે તેને પાર કરવા માટે ઘણી બધી નવી નવી ગાડીઓ ગેમ ની અંદર જોવા મળશે. UAZ નામની જીપ છે તેમાં એક સાથે ચાર પ્લેયર્સની સ્ક્વોડ બેસી શકશે. સાથો સાથ Erangel મેપનો પણ ગેમના ટીઝરમાં સમાવેશ કરાયો હતો.

Pubg1

ગેમ ડેવલપ કરનાર કંપની “ક્રાફટોન “એ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગેમ નું ટીઝર લોન્ચ કરતાની સાથે જ જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમય થી આપ આ ગેમની રાહ જોઈ રહ્યા છો ત્યારે આ ગેમનું ટીઝર જોઈ અનુમાન લગાવી નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો કે ક્યારે લોન્ચ થઇ શકે છે ગેમ?

ગેમ બનાવનારી કંપની ક્રફ્ટને કહ્યું કે – આ વખતે ડેટા સિક્યૂરિટી અને પ્રાઇવસીનો આ વખત ખાસ ખ્યાલ રાખવામાં આવશે. ક્રાફ્ટને કહ્યું- આ વખતે યૂઝરને ડેટા દેશમાં જ સ્ટૉર કરવામાં આવશે. સાથે જ આ વખતે લૉ-રેગ્યૂલેશનનુ પણ ધ્યાન રાખવામાં આવશે. 18 વર્ષથી ઓછી ઉંમરના ગેમ લવર્સ માટે આ વખતે નિયમો થોડા કડક હશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ રમવા માટે તેમને પેરેન્ટ્સની પરમિશનની જરૂર પડશે, અને તેમને પેરેન્ટ્સનો નંબર આપવો પડશે, જેનાથી એ ખબર પડી શકે કે તે ગેમ રમવા યોગ્ય છે કે નથી. આ ઉપરાંત તે એક દિવસમાં માત્ર 3 કલાક જ ગેમ રમી શકશે.

Best Vpn For Pubg Playersunknowns Battlegrounds

થોડા સમય પહેલા જયારે બધી ચાઈનીઝ એપ પર પ્રતિબંધ કરવામાં આવ્યો ત્યારે તેમાં પબજીનું નામ આવતા જ ગેમ લવર્સમાં માયુશી છવાય ગઈ હતી. ત્યારે Battlegrounds Mobile India દ્વારા આ ગેમ નું નામ બદલાયું અને ટીઝર લોન્ચ કરવામાં આવ્યું. ટીઝર જોતાંની સાથે જ પબજી રસિકોમાં જાણે ઉત્સાહનો માહોલ છવાયો હતો ત્યારે વધુ એક અપડેટ આપતા આ ગેમ ક્યારે લોન્ચ થઇ શકે છે તેની આતુરતાનો અંત આવી ગયો છે.

વચ્ચે જયારે પબજી પર બેન આવ્યો ત્યારે લોકો “ફ્રી ફાયર” નામની ગેમ રમવા તરફ વળ્યાં હતા, ત્યારે અમુક લોકો VPN (Virtual private network) પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી અથવા તો જે લોકો iphone નો ઉપયોગ કરતા હોઈ તે લોકો પોતાની icloud પ્રોફાઈલમાં country બદલાવી ગેમનો આનંદ માણતા હતા. જો કે વચ્ચે એવા સમાચાર મળી રહ્યા હતા કે આ બધું કરવા છતાં પણ લોકોને ગેમ રમવામાં પરેશાની થઇ રહી હતી.

માત્ર ભારતમાં જ થશે લૉન્ચ થશે આ ગેમ

ક્રાફ્ટને જાહેરાત કરી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ એક્સક્લૂસિવ ઇન-ગેમ ઇવેન્ટ્સ જેમ કે આઉટફિટ્સ અને ફિચર્સની સાથે રિલીઝ થશે. ટૂર્નામેન્ટ અને લીગની સાથે આનુ ખુદનુ એકસ્પોર્ટ અને ઇકોસિસ્ટમ પણ હશે. એ જાહેરાત કરવામાં આવી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ડિવાઇસ પર એક ફ્રી ટૂ પ્લે ફિચર તરીકે લૉવ્ચ થશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ફક્ત ભારતમાં જ ઉપલબ્ધ થશે. સાથે જ નિયમિત રીતે ઇન-ગેમ કન્ટેન્ટને લાવવા દરમિયાન એકસ્પોર્ટ ઇકૉસિસ્ટમ બનાવવા માટે ભાગીદારોની સાથે પણ સહયોગ કરવામાં આવશે.

પરંતુ હવે આ બધી પરેશાનીઓ દૂર થવા પર છે અને લોકો હવે સરળ રીતે પહેલાની જેમ આ ગેમ નો આનંદ માણી શકશે તેવા સમાચાર મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.