1 કરોડ આપો નહિતર બચશો નહીં… CM ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર બટુક મોરારીની રાજસ્થાનથી ધરપકડ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપતો એક સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર ગઈકાલે વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. મુખ્યમંત્રીના પદને લાલકારતો આ વીડિયો બટુક મોરારી નામના  શખ્સે વાયરલ કરી મુખ્યમંત્રી પાસેથી રૂપિયા એક કરોડની ખંડણી માંગી હતી. જેની 24 કલાકની અંદર ધરપકડ કરી લેવામાં આવી છે. બનાસકાંઠાના વેવ તાલુકાના મહંત બટુક મોરારીની રાજસ્થાનના રેવદર પાસેથી LCBએ ધરપકડ કરી છે.

વીડિયો સાંભળવા અહી ક્લિક કરો

એક કરોડ આપો નહીંતર સીએમની ખુરશી નહીં બચે અને પટેલ સમાજના કોઈ પણને રાજ નહીં કરવા દવ તેમ પડકાર ફેંકતા બટુક મોરારી વિરુદ્ધ બનાસકાંઠાના વાવ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાશે. બનાસકાંઠા પોલીસ બટુક મોરારીને ગુજરાત લઈ આવવા રવાના થઈ ગઈ છે.

રૂ. 1 કરોડ આપો નહીંતર CMની ગાદી નહીં રહે- ભુપેન્દ્ર પટેલને મારી નાખવાની ધમકી આપતો વીડિયો વાયરલ

ગઈકાલે કર્યો હતો વીડિયો વાયરલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી આપતા બટુક મોરારીએ ગઈકાલે વીડિયો વાયરલ કર્યો હતો જેમાં તેણે આગામી સાત તારીખ સુધીમાં મને રૂપિયા એક કરોડ મોકલાવી દો, નહીંતર મુખ્યમંત્રી પદની ગાદી રહેશે નહીં તેવી ધમકી આપી હતી. મુખ્યમંત્રી રૂપિયા નહીં પહોચડો તો તમે પણ અકસ્માતમાં બચશો નહિ તેમ વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.

દારૂના નશામાં વીડિયો શૂટ કરી વાયરલ કર્યો..?

બનાસકાંઠાના વાવ તાલુકાનો આધેડ શખ્સ દારૂના નશામાં રહી વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક તારણમાં જણાઈ રહ્યું છે. નશામાં ધૂત શ્ખ્સે ભાન ભૂલી સીએમની ખુરશીને લલકારી. પોલીસ તેમજ સરકાર તેના વિરુદ્ધ શું પગલાં ભરશે ? આ વીડિયો પાછળનું કારણ શું ? એ હવે પોલીસ તપાસમાં બહાર આવશે.