Abtak Media Google News

દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે ત્યારે આ મહામારી દરમિયાન આઈપીએલનું આયોજન કરવા બદલ બોર્ડ ઓફ ક્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા એટલે કે બીસીસીઆઈને રૂા.1000 કરોડનો દંડ કરવો જોઈએ તેવી માંગણી કરતી અરજી બોમ્બે કોર્ટમાં કરાઈ છે. બોમ્બે કોર્ટ દ્વારા પણ આ અરજીને ધ્યાનમાં લેવા તૈયારી બતાવવામાં આવી છે. અરજી વંદના શાહ નામના એડવોકેટ દ્વારા થઈ છે. આઈપીએલમાં મીસ મેનેજમેન્ટ અને બેદરકારી સબબ દંડ થવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે. આ પીઆઈએલ કોર્ટમાં થયા બાદ કોર્ટ શું પગલા લેશે તે અંગે પ્રશ્ર્નો ચર્ચાઈ રહ્યાં છે. કોર્ટને અરજકર્તાએ અપીલ કરી છે કે, કઈ પ્રકારના કોરોના પ્રોટોકોલનું અમલ થયું હતું. આ ઉપરાંત દેશના લોકોની માફી પણ માગવામાં આવે તેવી રજૂઆત અરજીમાં થઈ છે.

ઉલ્લેખનીય છે કે ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થતાં આઈપીએલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ આ જાણકારી આપી હતી. બે દિવસમાં વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત ૮ ખેલાડી તેમજ બે કોચિંગ સ્ટાફ મેમ્બર પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો છે. ૨૯ મેચ પછી આઈપીએલને રોકી દેવાઈ છે. બાકીની મેચને રી-શેડ્યુઅલ કરાશે. જો તેને સમગ્ર રીતે રદ્દ કરાશે તો લગભગ ૨૦૦૦ કરોડનું નુકસાન થશે. સાથે ભારતમાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપ પર પણ જોખમ ઊભું થશે. જો તેનું આયોજન ભારત પાસેથી છીનવી લેવાશે તો પણ બીસીસીઆઈને કરોડોનું નુકસાન થશે. આઈપીએલ-૨૦૨૧ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.