- ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારાઓ વિરુદ્ધ કરાઈ કાર્યવાહી
- હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપી કરાયું સ્વાગત
- પેહલીવાર નિયમ તોડનારને રૂ 500નો દંડ અને બીજીવાર રૂ 1000 નો દંડ ચૂકવવો પડશે
રાજ્યના DGPના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહિ પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા. જ્યારે હેલ્મેટ પેહરીને આવનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આગામી 15મી એ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે. ત્યારે સરકારી કચેરીઓ બાદ ક્રમશઃ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત પેહલીવાર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ તેમજ બીજી વાર નિયમ તોડનારને 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હેલ્મેટ વગર જનારા વાહનચાલકોના મોત થઈ રહ્યા છે. જેથી ફરજિયાત હેલ્મેટ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 15મી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરકારી કચેરીઓમાં આવનારા હેલ્મેટ પહેરીને આવે તે માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં હેલ્મેટ વગર આવનારાને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહિ પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે. પેહલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. બીજી વાર 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
હેલ્મેટ પેહરીને આવનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આવનારી 15મીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે. ત્યારે સરકારી કચેરીઓ બાદ ક્રમશઃ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. ત્યારબાદ રસ્તા પર પણ દંડ કરવામાં આવશે. જેમાં 500 પ્રથમવાર અને ત્યારબાદ 1000 દંડ લેવામાં આવશે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય